ગુજરાત
News of Wednesday, 8th January 2020

ખેડા: કઠલાલમાં અજાણ્યા ઈસમોએ ગાડીનો કાચ તોડી 4.30 લાખની ચોરી કરી:પોલીસે ઈસમોને ઝડપવા વધુ કાર્યવાહી હાથ ધરી

ખેડા:જિલ્લાના કઠલાલ શહેરમાં વર્ષના પ્રથમ દિવસે જ બનેલ ચોરીના બનાવ બાદ લોકોમાં ભયનો માહોલ છે. શહેરના ઓઇલ મીલ જવાના રસ્તા પર પાર્ક કરેલી કારમાંથી કોઇ અજાણ્યા ઇસમો રૂ.૪.૩૦ લાખ ભરેલ થેલાની ચોરી કરી ગયા હતા. જે અંગે વેપારીને ધ્યાન જતા તેણે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. જોકે ઘટનાને એક અઠવાડીયુ થવા આવ્યું છતાં ચોરી કરનાર ઇસમો સુધી પોલીસ પહોંચી શકી નથી.

મહુધા તાલુકાનના વડથલ રામજી મંદિર પાસે ધનશ્યામભાઇ ચીમનભાઇ શર્મા કઠલાલ ચોકડી પાસે કેશવ આર્કેડમાં શ્રીજી ટ્રેડર્સ અને શ્રીજી કોઓપરેટીવ સોસાયટી તથા ઇન્સયોરન્સની ઓફિસ ચલાવે છે. બુધવારે સવારે ૧૧ વાગે તેઓ પોતાની કારમાં રૂપિયા ૪.૪૭ લાખ લઇ કઠલાલ આવ્યા હતા. જ્યા તેઓ કઠલાલ મહાદેવ મસાલા નામની દુકાન નજીક અપ્પુ ઓઇલ મિલના જવાના રસ્તા પાસે રોડની સાઇડે કાર ઊભી રાખી હતી. મહાદેવ મસાલા નામની દુકાને થેલામાંથી રૂ.૧૭ હજાર લઇ મરી મસાલા ખરીદવા ગયા હતા. તે દરમિયાન ઘનશ્યામભાઇની કારમાંથી પાછળનો કાચ તોડી કોઇ અજાણ્યા ઇસમો રૂ.૪.૩૦ લાખ ભરેલ સફેદ કલરનો થેલો લઇ ફરાર થઇ ગયા હતા. ઘનશ્યામભાઇ પરત કાર પાસે આવતા તેઓએ કારનો પાછળનો કાચ તૂટેલો જોયો હતો, અને પાછળની સાઇડ મૂકેલ રૂપિયા ભરેલ થેલો ગાયબ જોતા તેઓના હોંશ ઊડી ગયા હતા. ખાલી થેલો લાડવેલ -સીતાપુર રોડથી અલીણા તરફ જતા રોડ પરથી મળી આવ્યો હતો જેમાંથી ફક્ત આધારકાર્ડ જ મળી આવ્યું હતું. ઘનશ્યામભાઇએ ત્યાં પહોંચી જોતા થેલામાંથી નાણાં ચોરાઇ ગયા હતા. જે બાબતે તેઓએ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.

(5:14 pm IST)