ગુજરાત
News of Wednesday, 8th January 2020

ખેડબ્રહ્મામાં માં અંબાના પ્રાગટ્ય દિવસે હજારો માઇભક્તો માં અંબાના દર્શનાર્થે એકઠા થશે

ખેડબ્રહ્મા:ખાતે આવેલ રાજરાજેશ્વરી મા અંબા આદ્યશક્તિનો પોષ સુદ પૂનમ તા. 10-1-2020 ના દિવસના રોજ પ્રાગ્ટય દિવસ છે. જેમાં હજારો બક્તો મા અંબાના દર્શનાર્થે આવશે. અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવશે.

ખેડબ્રહ્મામાં આવેલ પૌરાણિક અંબે માનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. પ્રાચીનકાળમાં દેવતાઓની પ્રાર્થનાથી અંબમા પ્રગટ થયા હતા અને ભવ્ય અને રમણીય પવિત્ર ભૂમી બ્રહ્મક્ષેત્રે (ખેડબ્રહ્મા) માં બિરાજયા હતા. 10-1-2020 પોષ સુદ પૂનમના દિવસે રાજરાજેશ્વરી મા અંબાનો પ્રાગ્ટય દિવસ છે. જેમાં સવારની આરતી અને અન્નકુટ 6.30 કલાકે રાખેલ છે. તેમજ નીજ મંદિરથી શોભાયાત્રા પોલીસ બેન્ડ સાથે માતાજીના પરિસરની પ્રદક્ષિણા કરી મંદિરમાં પરત આવશે. ત્યાર બાદ માતાજીના શિખર ઉપર ધજારોહણનો કાર્યક્રમ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. તેમજ બપોરે 2 કલાકે અન્નકુટનું ઉથ્થાપન કરવામાં આવશે. સાંજે આરતી મંડળ દ્વારા જન્મદિવસ નિમિત્તે કેકનો કાર્યક્રમ આરતી પછી રાખેલ છે.

(5:11 pm IST)