ગુજરાત
News of Wednesday, 8th January 2020

વડોદરાના સાંકરદામાં ભાડાના ગોડાઉનમાં રાખેલ 1.73 લાખ કેમિકલ્સનો જથ્થો પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી

વડોદરા: શહેરના સાંકરદામાં ભાડે રાખેલા ગોડાઉનમાંથી પોલીસે જુદા જુદા કેમિકલ્સનો ૧.૭૩ લાખ લીટરનો જથ્થો કબજે કરી તપાસ હાથ ધરી છે.

છાણીરોડ પર આવેલા સાંકરદા ખાતે સ્વસ્તિક સિરામિક એસ્ટેટમાં ગોડાઉન ભાડે રાખી ગેરકાયદેસર રીતે જુદાજુદા કેમિકલ્સનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાની વિગતોને પગલે એસઓજીના પીઆઇ એમઆર સોલંકી અને સેકન્ડ પીઆઇ વીબી આલે ટીમ સાથે દરોડો પાડયો હતો.

પ્રાથમિક તબક્કે પોલીસને કેમિકલ્સના જથ્થા અંગે કોઇ કાગળો નહીં મળતાં તેમણે આ જથ્થો કબજે કરી ગોડાઉન ભાડે રાખનાર (૧) જયેશ લલિતચંદ્ર પટેલ (રહે.રાજરત્ન સોસાયટી, પોલોગ્રાઉન્ડ પાસે,વડોદરા) અને (૨) કિરણ વનરાજભાઇ મહિડા (રહે.તુલસી ડુપ્લેક્સ,પંચવટી,ગોરવા)ની અટકાયત કરી હતી.

(5:08 pm IST)