ગુજરાત
News of Wednesday, 8th January 2020

અમદાવાદના વાડજમાં ચાર પડોશી શખ્સોએ મહિલા પર હુમલો કરી લારીની તોડફોડ કરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરના વાડજમાં વિજયનગર ક્રોસીંગ પાસે આવેલા વાસુકીનગરમાં રહેતા શખ્સોએ પડોશી માં રહેતી શ્રમજીવી  મહિલા તથા તેમના પુત્ર પર  હુમલો કરીને લારીની તોડફોડ કરી હતી એટલું  જ નહી ઘાતક હથિયારો સાથે ધસીઆવીને આસપાસની સોસાયટીમાં પથ્થરમારો કરીેન ે આતંક મચાવ્યો હતો. વાડજ પોલીસે ગુનો નોેધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે વાડજમાં વિજયનગર રેલવે ક્રોસીંગ પાસે વાસુકીનગર હનુમાનવાળી ચાલીમાં રહેતા રમીલાબહેન જશવંતભાઇ મકવાણાએ વાડજ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા  અમીત  પાટડીયા, હર્ષેદ પાટડીયા, સાવન પાટડીયા તથા મોન્ટુ સોલંકી તેમજ પાર્થ સહિત સાત શખ્સો સામે ફરિયાદ નોધાવી છે કે મહિલાએ પડોશી યુવક   વિરુધ્ધ પાંચ વર્ષ ફરિયાદ નોધાવી હતી જેની અદાવત રાખીને રવિવારે આ શખ્સો છરો પાઇપ તલવાર સાથે ધસી આવ્યા હતા અને મહિલાની પકોડીની લારીની તોડફોડ કરી હતી અને ૧૨૦૦ રૃપિયાની લૂંટ ચલાવી હતી. મહિલાને દીકરાને  માર માર્યો હતો.

(5:07 pm IST)