ગુજરાત
News of Wednesday, 8th January 2020

આત્મજ્ઞાનની ભાષા પણ શીખવી જોઇએઃ પૂ.મોરારીબાપુ

હિંમતનગરના બામણામા આયોજીત ''માનસ ઉમાશંકર'' શ્રીરામકથાનો પાંચમો દિવસ

રાજકોટ તા.૮: ''આત્મજ્ઞાનની ભાષા શીખવી જોઇએ, સૌર્ધ્યનો આદર કરવો જોઇએ'' તેમ પૂ.મોરારીબાપુએ હિંમતનગરના બામણામા આયોજીત ''માનસ ઉમાશંકર'' શ્રીરામકથાના પાંચમાં દિવસે જણાવ્યુ હતુ.

પૂ.મોરારીબાપુએ કાલે ચોથા દિવસે કહ્યુ કે રામચરિત માનસ એ પાંચ લીલાનું પાંચમૃત છે. દરેક લીલામાં કોઇને ને કોઇને મોહ-ભ્રમ-સંશાય થાય છે. બાળલીલા જેમા જન્મદાત્રી માતા અને વિશ્વામિત્રને ભાંતિ થઇ, વિવાહલીલામાં બ્રહ્માને પોતાની સૃષ્ટિ જ ન દેખાતા અન્ય રચના અને ઘોડા તરીકે કામદેવ જોઇ ભ્રમ થયો. વનલીલામાં સતી પાર્વતીને મોહ થયો, રણલીલામાં ઇન્દ્રજીત રામને નાગપાશથી બાંધે છે ત્યારે ગરૂડ પાસે એ મુકત કરાવતી વખતે ગંરૂડને મોહ થયો, રાજ્યલીલામાં વસિષ્ઠ મુનિના ચરણ ધોઇને સીતા-રામ પીએ છે એથી વસિષ્ઠને મોહ થયો. શિવ-પાર્વતી કૈલાશથી ઠેઠ દક્ષિણમાં કુંભજ ઋષિના આશ્રમે કથા શ્રવણ માટે જાય છે. કુંભજ પાર્વતી-શિવની પૂજા કરે છે ત્યારે રામની પ્રગટ્યા શું કથા કહેશે એવી ગ્રંધિ બાંધી પાર્વતી કથામાં બેઠા પણ કથા એનામાં ન બેઠી. અનેક ત્રેતાયુગમાં રામ વિવિધ લીલા કરે છે. પાર્વતીએ ત્રેતાયુગના રામની કથા સાંભળી આગળ જતા એ જ ત્રેતાયુગમાં રામની લીલા જોઇ રામ સીતાને શોધે છે અને ભર્મ થયો, શંકા થઇ, શંકર તેને પરીક્ષા કરવાનું કહે છે

પાર્વતીની ખુદની પરીક્ષા થઇ જાય છે. નારી સ્વભાવની ચર્ચા અને શિવનો સતીત્યાગ, બીજા જન્મમાં હિમાચલને ત્યાં જન્મ, નારદ કે જે ત્રિકામશ ઉપરાંત સર્વજ્ઞ પણ છે એના દ્વારા ભવિષ્ય શંકરના લગ્ર અને શંકર-પાર્વતીના પુત્ર કાર્તિકેધ દ્વારા રાક્ષસનો નાશ એ પછી જે કાર્ય-કારણ સિધ્ધાંતથી પર છે એવા પરમાત્માના પ્રાગટય માટે પાંચ કારણીની ચર્ચા અને બ્રહ્મા તથા પૃથ્વી દ્વારા પ્રાર્થના,પુકાર, પ્રતિક્ષા થાય છે. પરમ તત્વ પરીક્ષામાં વિષય નથી પ્રતિક્ષાનો વિષય છે. બહુ-બહુ તો એ સમીક્ષાનો વિષય છે.

(4:27 pm IST)