ગુજરાત
News of Wednesday, 8th January 2020

ABVP દ્વારા પાલડી ખાતે કાર્યાલય શુદ્ઘિકરણ હવન

અમદાવાદઃ   ABVP એ  અમદાવાદના પાલડી ખાતેના કાર્યાલય બહાર શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. NSUI અને કોંગ્રેસને સદબુદ્ઘિ મળે તે માટે શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ યજ્ઞમાં બેસેલા કાર્યકરો 'શ્રી રામ જય રામ જય જય રામ' ના નારા લગાવી રહ્યાં હતા.  જેએનયુમાં વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાના વિરોધમાં એનએસયુઆઈના કાર્યકરોએ એબીવીપીના પાલડીમાં આવેલા કાર્યાલય પર દેખાવોનું આયોજન કર્યું હતું.  ત્યાર બાદ ABVP અને  NSUI ના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયેલ. આ ઘર્ષણમાં ૫ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

(4:23 pm IST)