ગુજરાત
News of Wednesday, 8th January 2020

જુના ઇ-મેમોનો દંડ ભરવા માટે જુના ડોકયુમેન્ટ ફરજિયાત

એક પણ ડોકયુમેન્ટ ઓછું હશે તો રૂ. ર૦૦૦ દંડ થશે

અમદાવાદ તા. ૮ :.. રાજય સરકારે આરટીઓમાં જાહેર કરેલા નિયમ અનુસાર કોઇપણ વાહન ચાલક કે માલિકને ટ્રાફીક ભંગનો મેમો ભરવાનો બાકી હોય તો તે તેનું વાહન વેચી શકતો નથી. સરકારે હાલમાં  જુના તમામ મેમો વાહન ફોર્મ ઓનલાઇન ચઢાવ્યા છે. હવે જો આ વાહન અગાઉ વેચાયું હોય તો પણ જુનો દંડ ભરવા માટે જે તે વર્ષના ફિટનેસ સર્ટીફીકેટ, આરસી બુક, અને વીમા સહિતના ડોકયુમેન્ટ વાહન માલિકે ભરવા પડે.

જો આમાંથી એક પણ ડોકયુમેન્ટ ઓછો હશે તો વાહન માલિકે એક ડોકયુમેન્ટ દીઠ રૂ. ર૦૦૦ વધારે દંડ ભરવો પડશે. આ નિર્ણય અંગે ટ્રાન્સપોર્ટ કમિશનર અને વિભાગ સુધી અરજદારોએ અનેક ફરીયાદો કરી હોછા છતાં હજુ નિર્ણય બદલાયો નથી.

આરટીઓમાં હવે બંધુ ઓન લાઇન થઇ ગયું છે. તમામ સેવાઓ હવે ઓનલાઇન છે. ત્યારે જુના ગોટાળાનો ભોગ લાંબા સમય પછી જૂના વાહન ધારકો બની રહ્યા છે. અત્યારે વાહન માલિકે વાહન વેચી દીધું હોય અને ત્યારબાદ ફરી પણ તે વાહનનું વેચાણ થઇ ગયું હોય આ સંજોગોમાં વર્ષ ર૦૧૭-૧૮ ના મેમો પણ લોકોને મળી રહ્યા છે. કેટલાક કિસ્સામાં મેમોનો દંડ ભરી દેવાયો હોય પરંતુ તેનો કોઇ રેકોર્ડ વિભાગ પાસે ના હોય તો ફરી મેમો ભરવાની નોબત આવે છે. જો કે તે સમયે ડોકયુમેન્ટ પણ જે તે સમયના ભરવા પડે નહીં તો એક ડોકયુમેન્ટ દીઠ રૂ. ર૦૦૦ વધારાનો દંડ થાય. આ બાબતે આરટીઓ વિભાગને આ મુદ્ે કોઇ સુચના નહીં હોવાથી ટ્રાન્સપોર્ટ કમિશનરને રજુઆત કરવા જણાવે છે.

(4:22 pm IST)