ગુજરાત
News of Wednesday, 8th January 2020

સુરતના કુંભારિયામાં ટેક્સટાઇલ્સ માર્કેટમાં આગ ભભૂકી : વેપારીઓ-કામદારોમાં ભયનો માહોલ

ફાયર બ્રિગેડની 20 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી : સાતમા માળે પેસેજમાં ઇલેક્ટ્રિક ડકમાં લાગેલી આજ્ઞા ધુમાડા અન્ય ફ્લોરમાં પ્રસર્યા

સુરત : શહેરનાં કુંભારીયા ખાતે આવેલી રધુવીર બિલ્ડીંગમાં આવેલી રજહંસ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી હતી. આગની જાણ થતાં ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. સવારનાં સમયે લાગેલી આગના કારણે દુકાનો પર આવતાં વેપારીઓ અને કામદારોમાં ભયનો માહોલ પેદા થયો હતો

 . આ આગ શોર્ટ સર્કિટથી થઇ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ફાયરબ્રિગેડની 20 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ થઇ રહ્યો છે.

   આ આગ અંગે વાત કરતા રઘુકુળ ટેક્સટાઈલ માર્કેટનાં વેપારીઓએ જણાવ્યું હતું કે, આગ સૌ પ્રથમ સાતમા માળે પેસેજમાં આવેલા ઈલેક્ટ્રીક ડકમાં લાગી હતી. ઈલેક્ટ્રીક ડકમાં પાવરનો મેન સપ્લાય આવતો હોવાથી ત્યાંથી આગ લાગતાં આગના ધૂમાડા અન્ય ફ્લોરમાં પણ પ્રસર્યા હતાં. સવારનાં સમયે લોકો ઓછા પ્રમાણમાં હોવાથી તમામને સલામત રીતે નીચે ઉતારીને ફાયરબ્રિગેડને જાણ કરી હતી.

   આ આગનો ધૂમાડો ઊંચે ઊંચે જવાને કારણે લોકોમાં પણ આ વાત પ્રસરી હતી. જે બાદ આગને જાવા માટે લોકોનાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં. આ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે

(1:23 pm IST)