ગુજરાત
News of Wednesday, 8th January 2020

સુરતમાં ધારદાર માંઝાવાળી દોરીથી યુવકનું ગળું કપાયું મીઠાઈની ડિલિવરી કરીને પરત ફરી રહેલો યુવક ઘાયલ

મીઠાઈની દુકાનમાં કામ કરતા બાઇકચાલક યુવકે શક્ય એટલી બ્રેક મારી પરંતુ ગળુ કપાઈ ગયું

સુરતમાં  મીઠાઈની ડિલિવરી કરી પરત ફરી રહેલા એક યુવકને ધારદાર માંઝાવાળી દોરીથી ગળું કપાઈ ગયું હતું

   સુરતમાં  મીઠાઈની ડિલિવરી કરી પરત ફરી રહેલા એક યુવકને ધારદાર માંઝાવાળી દોરીથી ગળું કપાઈ ગયું હતું. સદ્દનસીબે યુવકેને ગળાના ભાગે જાજી ઇજા ન થઈ હોવાથી તેનો જીવ બચી ગયો હતો

   આ અંગે મળતી વિગત મુજબ મૂળ રાજસ્થાનનો વતની અને પુણાગામમાં આવેલી ત્રિકમનગર ટાગોર કોલોનીમાં રહેતો પૂનમચંદ ચોંકાર દાગી (ઉ.વ.આ.25)ના વેસુમાં આવેલી મીઠાઈની દુકાનમાં કામ કરતો હતો. આજે તે મીઠાઈની ડિલિવરી બાઈક પર આપવા ગયો હતો. આ દરમિયાન મક્કાઈપુલ પરથી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન ગળે કપાયેલા પતંગનો દોરો આવી ગયો હતો. પૂનમચંદે દોરો ગળે આવતાં શક્ય તેટલી બ્રેક મારી હતી તેમ છતાં પતંગના દોરાએ તેનું ગળું કાપી નાખ્યું હતું .

(1:03 pm IST)