ગુજરાત
News of Wednesday, 8th January 2020

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ બાળમૃત્યુ મુદ્દે અજ્ઞાનતાનું પ્રદર્શન કરી પ્રજાને ગેરમાર્ગે દોરી : નીતિન પટેલ લાલધૂમ

રાજ્યમાં વર્ષ ૨૦૧૭ની સરખામણીએ બાળમૃત્યુનું પ્રમાણ ઘટ્યું : ધાનાણીએ પ્રજાને ઉશ્કેરવાનું કામ કર્યુ

ગાંધીનગર,રાજ્યમાં બાળમૃત્યુદરના મુદ્દે રાજકારણ ગરમાઈ છે. છેલ્લા ત્રણ મહિનામાં મૃત્યુ પામેલા નવજાતોના મુદ્દે કાંગ્રેસે કાલે રાજકોટ સિવિલ હાસ્પટલની બહાર દેખાવો કર્યા હતા. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુદ્દે નિવેદન આપ્યું હતું કે રાજ્યમાં બાળમૃત્યુદર ૩૦ ટકા છે. આ મુદ્દે રાજ્યના નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે પરેશ ધાનાણીનો ઉઘડો લીધો હતો. પટેલે જણાવ્યું કે 'ધાનાણીએ અભ્યાસ કર્યા વગર નિવેદન આપ્યું છે. ધાનાણીએ ૩૦ ટકાનો બાળમૃત્યુદર હોવાની વાત કરી તે તેમનું અજ્ઞાન દર્શાવે છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૭ની સરખામણીએ બાળમૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે. દેશમાં બાળમૃત્યુ ગણવાની જે પદ્ધતી છે તે મુજબ ટકાવારીમાં નહીં પરંતુ સંખ્યામાં ગણતરી થાય છે. આમ દર ૧,૦૦૦ જીવિત બાળકોએ મૃત્યુ પામતાં બાળકોની સંખ્યા ગણવામાં આવે છે.

 

નીતિન પટેલે જણાવ્યું કે 'વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રજાને ઉશ્કેરવાનું કામ કર્યુ છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૭ની સરખામણીએ વર્ષ ૨૦૧૯માં બાળમૃત્યુદર ઘટ્યો છે. રાજ્યમાં ૨૦૧૭માં દર ૧૦૦૦ જીવિત બાળકોએ ૩૦ બાળકો મૃત્યુ પામતા હતા જ્યારે આ આંકડો વર્ષ ૨૦૧૯માં ઘટીને ૨૫થી ઓછો થયો છે.

નીતિન પટેલે આક્ષેપ કર્યો કે કાંગ્રેસ રાજ્યમાં બાળમૃત્યુના મુદ્દે રાજકારણ કરી રહી છે. અમે સાથે મળીને કામ કરવા માંગીએ છે અને અત્યારસુધીમાં ઘણી સફળતા મેળવી છે. પરંતુ કોટામાં બાળકોનાં મૃત્યુના મુદ્દે રાષ્ટય મીડિયાનું ધ્યાન ખેંચાયું છે ત્યારે કાંગ્રેસે રાજ્યમાં તેમના પ્રભારી કે પછી રાષ્ટÙીય નેતાગીરીની સૂચનાથી રાજકારણ ખેલી પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યુ છે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે 'કાંગ્રેસ દ્વારા રાજ્યમાં બાળમૃત્યુના દરે રાજસ્થાન સરકારનું ખરાબ ન દેખાય એટલા માટે રાજ્યમાં મુદ્દો ઉછાળી પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. અમારી માહિતી મુજબ કોટાની હાસ્પટલમાં આધુનિક સાધનોનો અભાવ હોવાના કારણે બાળકોનાં મૃત્યુ થયા નથી. તેની સરખામણીએ સિવિલ હાસ્પટલમાં ગંભીર બાળકોની બીમારીની સારવાર કરવાનો વોર્ડ છે તેમાં તમામ જગ્યાએ અદ્યતન સાધનો છે.

(12:46 am IST)