પારડીમાં વલસાડ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે : કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
વિવિધ વિભાગોએ કરવાની થતી કામગીરી બાબતે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઈ
વલસાડ જિલ્લા કક્ષાના આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી પારડી તાલુકા મથકે બીઆરસી ભવન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે. આ ઉજવણીના સુચારુ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર સી.આર.ખરસાણના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક મળી હતી.
આ બેઠકમાં પારડી ખાતે યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોએ કરવાની થતી કામગીરી બાબતે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી., રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, સરકારી મકાનોમાં રોશની, ટેબ્લોઝ, માર્ચ પાસ્ટ, શ્રેષ્ઠ કામગીરી બદલ રમતવીરો, અધિકારી, કર્મચારીઓનું સન્માન સહિતનું આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નિવાસી અધિક કલેકટર એન.એ.રાજપુત , સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા