ગુજરાત
News of Wednesday, 7th December 2022

ગુજરાતમાં કોંગ્રેસ 125થી વધુ બેઠક જીતશે: મતગણતરી પહેલા ભરતસિંહ સોલંકીનો મોટો દાવો

જે પ્રકારે મતદાન થયું છે તે અન્ડર કરન્ટ કોંગ્રેસ તરફી હોવાનો દાવો પણ ભરતસિંહ સોલંકીએ કર્યો

અમદાવાદ : 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાનું પરિણામ જાહેર થનાર છે. જો કે આ પહેલા જ રાજકીય પાર્ટીના નેતાઓ ભવ્ય જીતના દાવા સાથે સરકાર બનાવવાના દાવા કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સરકાર બનાવવાના દાવા કરી રહ્યાં છે. આવામાં કોંગ્રેસમાં સિનિયર  નેતા ભરતસિંહ સોલંકીએ મોટો દાવો કર્યો છે.    ગુજરાત કોંગ્રસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મોટો દાવો કરતા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવાનો દાવો કર્યો છે. ભરતસિંહે કહ્યું કે પરિણામ બાદ ગુજરાતમાં કોંગ્રેસ 125થી વધુ બેઠક જીતશે. જે પ્રકારે મતદાન થયું છે તે અન્ડર કરન્ટ કોંગ્રેસ તરફી હોવાનો દાવો પણ ભરતસિંહ સોલંકીએ કર્યો. હતો

 

(11:49 pm IST)