ગુજરાત
News of Wednesday, 7th December 2022

મણિનગર રેલવે સ્ટેશન પાસે BRTS સ્ટેન્ડ પાસે બસમાં લાગી: વિડિઓ થયો વાયરલ

ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળ પર હાજર :આગ પર કાબુ મેળવ્યો

અમદાવાદમાં ફરી એક વાર બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મણિનગર રેલવે સ્ટેશન પાસે આ દુર્ઘટના બની છે. BRTS સ્ટેન્ડ પાસે બસમાં લાગી હતી. બસમાં આગ લાગી હોવાના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળ પર હાજર છે અને આગ પર કાબુ મેળવ્યો. ત્યારે સારી વાત એ સામે આવી છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. હજુ સુધી બસમાં આગ લાગવાનું કારણ પણ જાણવા મળી રહ્યું નથી.

(9:09 pm IST)