ગુજરાત
News of Saturday, 7th December 2019

થરાદમાં કુટણખાના વિરુદ્ધ પોલીસની કામગીરીથી લોકો નિરાશ : જાગૃત નાગરિકોએ પ્રાંત કચેરીએ પહોંચ્યા : આવેદન પાઠવ્યું

પોલીસને અનેક વખત મૌખિક જાણ કરવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી નહીં થયાની વ્યથા ઠાલવી

થરાદ :શહેરમાં દેહવ્યાપારને લઇ જાગૃત નાગરિકો દ્વારા પ્રાંતને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી દેહવ્યાપાર એટલેકે કુટણ ખાના ચાલી રહ્યા છે અને તે બાબતે પોલીસ તંત્રને વારંવાર મૌખિક રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન ભરવામાં આવતાં ગત શનિવારે જાગૃત લોકો તેમજ સામાજિક સેવા સંસ્થાઓ દ્વારા થરાદ પ્રાંતને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે આ કુટણ ખાનાઓ બંધ કરવા માંગણી કરી હતી.

બનાસકાંઠાના થરાદમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા કૂટણખાના ને લઇ જાગૃત નાગરિકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્ર માં જણાવ્યું હતું કે થરાદ ગામે નગર પાલિકા કચેરીની સામે કલટરીની દુકાનની આડમાં વેપારનો ધંધો કરે છે . તથા તેની આડમાં દેહવિક્રયનો ધંધો (કુટણખાણું) ચલાવે છે . તેમજ પંચવટી સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં પણ મહીલા દલાલ બનીને બહારની અન્ય યુવતિઓને લાવીને છેલ્લા લાંબા સમયથી દેહ વિક્રયનો ધંધો કરે છે.

આ બાબતે અગાઉ પોલીસને અનેક વખત મૌખિક જાણ કરવામાં આવેલ છે . છતાં આજ દિન સુધી કોઈપણ જાતની કાર્યવાહી થયેલ નથી જેના પરીણામે આજે પણ આ અનૈતિક ધંધો ધમધમી રહે છે ધંધો ચલાવનાર શરણાર્થી નાગરીક છે . જેઓ મોટા પાયે આવો ધંધો કરાવે છે . તેનું નાગરીત્વ કયાનું છે ? જે શંકાસ્પદ હોઈ ઘટતી તપાસ કરવા પણ માંગણી કરી હતી.

 

(1:12 am IST)