ગુજરાત
News of Saturday, 7th December 2019

સુરતમાં તસ્કરો બેફામ : એક જ રાતમાં બે જવેલર્સ સહીત ચાર દુકાનોને નિશાન બનાવી:લાખોની માલમતાની ચોરી

સુરતમાં તસ્કરો બેફામ બન્યા છે ચોરોને જાણે પોલીસનો ડર ના હોય તેમ એક પછી એક ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે એક જ રાતમાં ચાર જેટલી દુકાનોને નિશાન બનાવી તસ્કરો માલમત્તા લૂંટી ફરાર થઇ ગયા છે

 જાણવા મળ્યા મુજબ તસ્કરોએ ફેર્ડ્સગોલ્ડ સોંપમાં 5 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી તો મોટા વરાછા ખાતે જલેવર્સની દુકાનમાં સવા બે લાખ આસપાસ ચાંદીના દાગીનાની ચોરી કરી તેમજ બેકરી, હાર્ડવેર અને સાયકલની દુકાનોને નિશાન બનાવી છે અને માલમત્તા ચોરી ફરાર થઇ ગયા છે. જેને લઈને પોલીસ પેટ્રોલીગ સામે સવાલો ઉઠી રહ્યા છે.

(7:07 pm IST)