ગુજરાત
News of Saturday, 7th December 2019

ત્રણ વર્ષ પહેલા વિજાપુરના ઉબખલ ગામે પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને આજીવન કેદ

મહેસાણ:વિજાપુર તાલુકાના ઉબખલ ગામમાં ત્રણ વર્ષ પૂર્વે પત્નીને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દઈ લાશને સળગાવી આત્મહત્યામાં ખપાવવાની કોશિશમાં મહેસાણા કોર્ટે આરોપી પતિને તકસીરવાન ઠરાવ્યો છે અને હત્યા, પુરાવાનો નાશ કરવો અને ખોટી માહિતી આપવાના ગુનામાં આજીવન કેદની સજા તેમજ રૃા. ૬ હજાર દંડની રકમનો હુકમ કર્યો છે.વિજાપુરના ઉબખલ ગામે રહેતા અને મુળ ઉત્તરપ્રદેશના અનુરાધા કુંવરસીંહ રામાનુજસીંહ રાજપુત (સથવાર)ને પતિ કુંવરસિંહ રામાનુજસિંહ રાજપુત (સથવાર) એ ૧૧ સપ્ટેમ્બર રાત્રીના સમયે પોતાની રૃમમાં ગળું દબાવી હત્યા કરી હતી અને પત્ની અનુરાધાની લાશને સળગાવી આત્મહત્યામાં ખપાવી હતી. આ અંગે મરણ જનાર અનુરાધાનો પતિ દારૃ પીવાની ટેવવાળો અને તેણીને મારઝુડ કરતો હોવાની રજુઆત કરતા પોલીસે આરોપી પતિ સામે તપાસ હાથ ધરી હતી. જે બાદ સમગ્ર મામલો ધીરે ધીરે પ્રકાશમાં આવ્યો હતો.આ મામલે આરોપી કુંવરસીંહ રાજપુત સામે ગુનો નોંધાયો હતો. સદર કેસ એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજ એમ.ડી. પાંડે સમક્ષ ચાલી જતા સરકારી વકીલ પરેશભાઈ કે. દવેની દલીલો આધારે આ કેસમાં આરોપી કુંવરસીંહ રામાનુજસીંહ રાજપુત સથવારેને તકસીરવાન ઠરાવી આજીવન કેદ અને રૃા. ૬ હજાર દંડની સજાનો હુકમ કર્યો છે.

(5:08 pm IST)