ગુજરાત
News of Saturday, 7th December 2019

આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાના નિર્ણયને મંજૂરી

આણંદ :મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદ જિલ્લા કલેકટર તરફથી પ્રાપ્ત થયેલ દરખાસ્તની ગહન વિચારણા બાદ આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાના નિર્ણયને મંજૂરી આપી છે. નિર્ણયને છેલ્લા ૧૪-૧૪ વર્ષથી શહેરમાં કોમી એખલાસતા અને શાંતિનો માહોલ જળવાઇ રહે તે માટે અશાંત ધારો લાગુ કરવા રજૂઆતકર્તાઓ સહિત બૌદ્વિક-જાગૃતજનોને આવકાર્યો છે. અશાંત ધારાની જોગવાઇઓના કારણે નિયત કરાયેલ વિસ્તારોમાં સ્થાવર મિલ્કતોની તબદીલી અંગે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી લેવાની રહેશે. ઉલ્લેખનીય છે કે વિસ્તારોમાં ભૂતકાળમાં કોમી તંગદિલીનું નિર્માણ કરનારા ગુનાઓ નોંધાયા છે. વધુમાં વિસ્તારોમાં અને ધાર્મિક સંસ્થાઓ આવેલી હોવાથી શ્રદ્વાળુઓ, ધાર્મિક હેતુસર મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. જેથી ભવિષ્યમાં કોમી અશાંતિ સર્જાવવાની સંભાવના રહેલી હતી. બાબતનો જાગૃતજનો દ્વારા અગાઉ રાજય સરકાર, કલેકટરને કરાયેલ રજૂઆતોમાં ઉલ્લેખ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આણંદ શહેરના વિવિધ સંગઠનો, સેવાભાવી સંસ્થાઓ, સામાજીક આગેવાનો દ્વારા સમયાંતરે આણંદમાં અશાંત ધારો લાગુ કરવા રજૂઆતો, આવેદનપત્ર અપાયા હતા. જેથી કલેકટર દ્વારા કરાયેલ દરખાસ્તને રાજય સરકારે ધ્યાને લઇને તમામ પાસાંઓને અંગે વિચારણા કરીને શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અશાંત ધારો અમલમાં લાવવાની જરૂરિયાત જણાઇ હતી. જેના પગલે આજે અશાંત ધારો જાહેર કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આણંદ ભાજપ સાંસદ સહિત ભાજપી સંગઠનના હોદ્દેદારો અને અગ્રણી નેતાઓ દ્વારા મુખ્યમંત્રીને સીધી રજૂઆત પણ કરાઈ હતી. નોંધનીય છે કે કાયદો-વ્યવસ્થાની સુચારુ સ્થિતિ જાળવી રાખવા તથા શહેરમાં વસતા તમામ કોમ-સમુદાય વચ્ચે એકતા-શાંતિ જળવાઇ રહે તે માટે આણંદ જિલ્લા કલેકટરે વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા કરેલ દરખાસ્તને સરકારે અનુમોદન આપી, બૃહદ જનહિતને ધ્યાને લઇને આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય લીધો હતો.

(5:04 pm IST)