ગુજરાત
News of Saturday, 7th December 2019

ધોરણ ૧૦-૧૨ની ઉત્તરવહી ચકાસવાની કામગીરીમાંથી શિક્ષક હવે છટકી નહીં શકે

શાળા અને ગેરહાજર શિક્ષક બંનેને થશે રૂ.૩૦૦૦નો દંડ

અમદાવાદ,તા.૭: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા બાદ ઉતરવહી ચકાસણીમાં ખાસ કરીને ખાનગી શાળાઓના શિક્ષકો ગેરહાજર રહેતા હોવાની વારંવાર દર વર્ષે થતી અનેક ફરિયાદ બાદ હવે બોર્ડની કારોબારીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે મુજબ શિક્ષક હવે બોર્ડની ઉત્તરવહી ચકાસવાની કામગીરીમાંથી છટકી નહીં શકે.

શાળાએ ઉત્તરવહી મૂલ્યાંકન કરવા માટે મોકલવાના થતાં નિયત શિક્ષકોમાંથી જેટલા શિક્ષકો ઓછા મોકલશે. તેટલા શિક્ષક દીઠ ૩ હજારનો દંડ શાળાએ ભરવાનો રહેશે. જો શાળા મૂલ્યાંકન માટે શિક્ષકને છુટા કરે અને શિક્ષક ગેરહાજર રહે તો જે ે શિક્ષકને ૩ હજારનો દંડ ફટકારવામાં આવશે. શાળાએ ઉત્તરવહી મૂલ્યાંકન કરવા માટે મોકલવાના થતા નિયત શિક્ષકોમાંથી જેટલા શિક્ષકો ઓછા મોકલશે તેટલા શિક્ષક દીઠ ૩ હજારનો દંડ શાળાએ ભરવાનો રહેશે જો શાળા મૂલ્યાંકન માટે શિક્ષકને છુટા કરે અને શિક્ષકને ૩ હજારનો દંડ ફટકારવામાં આવશે.

ગત વર્ષે ધોરણ ૧૨ બોર્ડ પરીક્ષાની મૂલ્યાંકન કામગીરી ૩૫૦૦ શિક્ષકો અળગી રહ્યા હતા. ધોરણ.૧૦માં પણ ૬ હજાર જેટલા શિક્ષકો ગેરહાજર રહ્યાં હતા. જેમાં બોર્ડ દ્વારા નોટિસ ફટકારેલ શિક્ષકો પૈકી ૯૦ ટકા શિક્ષકો ખાનગી સ્કુલો ના હતા. દર વર્ષે ખાનગી સ્કૂલોના સંચાલકો દ્વારા શિક્ષકોને બોર્ડની મૂલ્યાંકન કામગીરીમાં આવતા અટકાવવામાં આવતા હોવાથી આ વખતે બોર્ડ દ્વારા સખત પગલાં લેવાયાં છે.

વિદ્યાર્થીઓની ઉત્તરવહી બેદરકારીથી ચકાસનાર શિક્ષકો માટે બોર્ડ દ્વારા કડક કાયદો બનાવવામાં આવ્યો છે. ગત વર્ષે ઉત્તરવહી ચકાસવામાં બેદરકારી દાખવનારા ૧૩,૧૭૫ શિક્ષકો સામે કડક કાર્યવાહીના પગલે સામાન્ય પ્રવાહના ૩૦૫ અને વિજ્ઞાન પ્રવાહના ૬૦૦ વિદ્યાર્થીઓના માર્કસ સુધર્યા હતા.

(4:07 pm IST)