ગુજરાત
News of Saturday, 7th December 2019

અમદાવાદની DPS સ્કૂલ સંચાલકોના કેસમાં હાઈકોર્ટે સોમવાર સુધી ચૂકાદો અનામત રાખ્યો

ત્રણેય આરોપીઓની જામીન અરજી પર ચુકાદો ન આવે ત્યાં સુધી ધરપકડ ન કરવા પર કોર્ટે સ્ટે

અમદાવાદના હાથીજણ સ્થિત ડીપીએસ સ્કૂલના સંચાલકોની આગોતરા જામીન અરજી પર કોર્ટ ચુકાદો સોમવાર સુધી અનામત રાખ્યો છે. સ્કૂલ સંચાલકો મંજૂલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થઈ છે. અને ત્રણેયની આગોતરા જામીન અરજી પર સોમવારે કોર્ટ ચુકાદો આપશે. કોર્ટ ત્રણેય આરોપીઓની જામીન અરજી પર ચુકાદો ન આવે ત્યાં સુધી આરોપીઓની ધરપકડ ન કરવા પર કોર્ટે સ્ટે આપ્યો છે.

કોર્ટમાં જામીન અરજી પેન્ડિંગ હોવાથી ધરપકડ ન કરવા માટે બચાવ પક્ષે અરજી કરી હતી. બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે ત્રણેય લોકો કેસની તપાસમાં સહાકરી આપી રહ્યા છે.અને નાગરિકની પ્રતિષ્ઠા અને તેના અધિકારો મુજબ તેમને જામીન મળવા જોઈએ. બીજીતરફ સરકારી વકીલે કહ્યુ હતુ કે આરોપીઓ પોલીસને સહકાર આપતા નથી. તેમજ કેસના આરોપીઓ હાજરી જરૂરી છે.

(12:54 pm IST)