ગુજરાત
News of Saturday, 7th December 2019

બિનસચિવાલય પરીક્ષા વિવાદ : ચોથા દિવસે પરીક્ષાર્થીઓની સંખ્યા ઘટી:આંદોલન યથાવત્

આંદોલનની ત્રીજી રાત પણ વિદ્યાર્થીઓએ રસ્તા પર વિતાવી :કેટલીક જગ્યાએ શૈક્ષણિક સંસ્થાઓએ બંધ પાળીને વિરોધને સમર્થન આપ્યું

ગાંધીનગર : બિનસચિવાલય કલાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિને લઈને ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનનો આજે ચોથો દિવસ છે. આંદોલનની ત્રીજી રાત પણ વિદ્યાર્થીઓએ રસ્તા પર વિતાવી હતી.

  આ દરમિયાન આજે કૉંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ગુજરાતની શાળાઓ અને કૉલેજોમાં બંધનું એલાન આપ્યું હતું. જેના મિશ્ર પ્રતિસાદ સાપડ્યો છે.

  કેટલીક જગ્યાએ શૈક્ષણિક સંસ્થાઓએ બંધ પાળીને વિરોધને સમર્થન આપ્યું હતું તો કેટલીક શૈક્ષણિક સંસ્થાઓને કૉંગ્રેસ અને એનએસયુઆઈએ ફરજિયાત બંધ પળાવ્યો હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે.

  બિનસચિવાલય કલાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં આચરવામાં આવેલી ગેરરીતીને પગલે પરીક્ષાને રદ કરવાની કૉંગ્રેસ અને એનએસયુઆઈ માગ કરી રહ્યાં છે. પરીક્ષા રદ જાહેર ન કરાય ત્યાં સુધી તેમણે આંદોલન ચાલુ રાખવાની ઉચ્ચારી છે

(12:41 pm IST)