ગુજરાત
News of Saturday, 7th December 2019

સુરતમાં BRTS અને સીટી બસમાં ટિકિટ કૌભાંડ ઝડપાયુ: ઈ-એજન્સીઓની ગેરરીતિ

7 મહિનાની વિજીલન્સ તપાસમાં 121 કંડક્ટર બ્લેકલિસ્ટેડ

સુરતમાં સીટી બસ અને BRTS બસનું ડ્રાઈવર-કંડક્ટર અને એજન્સીઓનું ટિકિટ કૌભાંડ બહાર આવ્યુ છે. એક બાજુ સરકાર આ બંને જાહેર સાહસો ખોટ બતાવી રહ્યા છે બીજી બાજુ જાહેર જનતા તેનો ભરપૂર ઉપયોગ કરી રહી છે ત્યારે બસમાં રોજ આટલા લોકો મુસાફરી કરતા હોય તો ખોટ ન જવી જોઈએ પરંતુ ખોટ કેમ જઈ રહી છે તેનું કારણ જ એ છે કે, વચ્ચે જ કટકી ખવાઈ જાય છે જેને લીધે ટ્રાન્સપોર્ટ સાહસ નફાને બદલે ખોટનો ધંધો કરે છે

   સુરતમાં સીટી બસ અને BRTS બસમાં ટિકિટ ન આપવાનું કૌભાંડ સામે આવ્યુ છે. વિજીલન્સની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યુ હતુ. છેલ્લા 7 મહિનામાં વિજિલન્સની તપાસમાં ઈ-એજન્સીઓની મનમાની એને ડ્રાઈવર- કંડક્ટરની ગેરરીતિ સામે આવી હતી

  આ તપાસમાં 70 ડ્રાઈવર ઓવર્સપિંગ કરતા ઝડપાયા હતા. જ્યારે 121 કંડક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા ઈ એજન્સીની કેટલી ગેરરીતિ ઝડપાઈ છે. જેમાં વિશ્વ એન્ટરપ્રાઇઝની 7,402, એમ.જે સોલંકીની 4,367, આકાર એચ આર લિ 4,307, સુકાની એચ આર લિ 3,754 જેટલી છે 

(11:20 am IST)