ગુજરાત
News of Friday, 7th December 2018

વડોદરા :ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણતા 14 નબીરા ઝડપાયા :18 લક્ઝૂરિયસ કાર સહિતનો મુદામાલ જપ્ત

વસવેલ ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા

વડોદરા :વડોદરામાં વાધોડિયા પાસે આવેલા વસવેલ ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ઝડપાઇ છે.જેમાં 14 નબીરાને 18 લકઝરીયસ કાર સાથે ઝડપી લેવાયા છે

પકડાયેલાં આરોપીમાં  સ્નેહલ શાહ, કારેલીબાગ વડોદરા, દર્શિત પટેલ, માનવ રેસીડેન્સી સમા સાવલી રોડ, વડોદરા, અલ્કેશકુમાર શાહ, સુભાનપુરા, વડોદરા, રેક્ષિત પટેલ, હરણી રોડ, વડોદરા, મયુર શાહ, કારેલીબાગ વડોદરા,  કૃણાલ પટેલ, સમા-સાવલી રોડ, વડોદરા, રવિ પ્રજાપતિ, સમા સાવલી રોડ, વડોદરા,. જય પટેલ, સુખધામ ડુપ્લેક્ષ વાઘોડિયા રોડ, વડોદરા, નયન પારેખ, આર.વી.દેસાઈ રોડ, વડોદરા, નીરજ શાહ, ગેંડા સર્કલ પાસે, વડોદરા, ધ્રુવેશ પટેલ, કારેલીબાગ, વડોદરા, દિપ પટેલ, કારેલીબાગ, વડોદરા,  શિરીષ શાહ, ઓલ્ડ પાદરા રોડ, વડોદરા, દુર્ગેશ પટેલ, સાવલી રોડ, વડોદરા છે જેની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે

     ફાર્મહાઉસમાંથી 14 નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે. તે ફાર્મહાઉસમાંથી 18 લકઝરી કાર સાથે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે તમામ લોકોને કોર્ટમાં હાજર કર્યા અને તમામનો જામીન પર છુટકારો થયો છે.

(12:26 am IST)