ગુજરાત
News of Friday, 7th December 2018

વડોદરા : સ્કૂલવાનમાં આગ ભભૂકી :વિદ્યાર્થીઓને નીચે ઉતાર્યાં બાદ લાગી આગ :મોટી દુર્ઘટના ટળી

પાદરાની ડી. ડી. પટેલ શારદા હાઈસ્કૂલના બાળકોને લઇને આવતી સ્કૂલ વાનમાં આગ

વડોદરાનાં પાદરાની ડી. ડી. પટેલ શારદા હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી સ્કૂલ વાનમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી  જોકે સદનસીબે આ ઘટના વિદ્યાર્થીઓનાં નીચે ઉતર્યા બાદ બની છે.

   મળતી જાણકારી પ્રમાણે પાદરાની ડી. ડી. પટેલ શારદા હાઈસ્કૂલના બાળકોને લઇને આવતી સ્કૂલ વાનમાં આગ ભભૂકી હતી. આ વાનમાં કોઇ બાળક કે અન્ય કોઇ બેઠેલુ હતું ન હતું જેના કારણે કોઇ જાનહાની થઇ નથી.

શાળાના બાળકો ઉતરી ગયા પછી અચાનક કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી સ્કૂલ વાનમાં આગ લાગી હતી. જેના પગલે પાદરા નગર પાલિકા ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જેના કારણે થોડા જ સમયમાં આગ બુઝાવવામાં આવી હતી.

    આ દૂર્ઘટના થતા શાળાનાં કર્મચારીઓએ તરત જ અગમચેતી રાખીને આગ બુઝવવાનાં પ્રયત્નો કર્યા હતાં.

શહેરમાં આજે સવારે અલકાપુરી વિસ્તારનાં એક જાહેર રોડ પર પોલીસ કમિશ્નરનાં ઘર પાસે ગેસ પાઇપ લાઇનમાંથી આગ ભભૂકી ઉઠી હતી.

(11:26 pm IST)