ગુજરાત
News of Friday, 7th December 2018

સુરત નજીક મંજૂરી વગર જમીનનો દસ્તાવેજ કરાવતા 5.45 કરોડનો દંડ ફટકારાયો

સુરત:ચોર્યાસી તાલુકાના પોપડા ગામની હળપતિ પરિવારજનોની જમીનના રેર્કડમાં ૭૩ એએ નો ઉલ્લેખ નહી હોવાનો ગેરલાભ લઇને જિલ્લા કલેકટરની મંજુરી લીધા વગર દસ્તાવેજ કરી દેવાના કેસમાં ઓલપાડ પ્રાંત ઓફિસરે ૭૩ એએના ભંગ બદલ જમીન ખરીદનારા તૈયબ કોકાવાલાને બજાર કિંમતના ત્રણ ગણા ગણીને રૂા.૫.૪૫ કરોડનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

ચોયાર્સી તાલુકાના પોપડા ગામે બ્લોક નં.૨૭૪ ની જમીનની માલિકી લક્ષ્મીબેન શાંતુભાઇની વિધવા સહિત ૧૩ પરિવારજનોની છે.આ જમીન ૭૩ એએ ની હોવાથી જમીન ખરીદતી વખતે જિલ્લા કલેકટરની મંજુરી લેવી ફરજિયાત છે. પંરતુ સુરતના નવાપરા મુછાળાની પોળમાં રહેતા તૈયબ ઇસ્માઇલ કોકાવાલાએ કોઇ પણ મંજુરી લીધા વગર ૨૦૦૫ માં વેચાણ દસ્તાવેજ કરાવી લીધા બાદ ૨૦૧૭ માં ગામ દફતરે નોંધ પાડવા ગયા હતા. ત્યારે આ જમીન ૭૩ એએ ની હોવાની સાથે કલેકટરની મંજુરી લીધી ન હોવાથી ગેરકાયદે દસ્તાવેજ કર્યાનુ ગણીને ૭૨ એએના ભંગ બદલ શરતભંગનો કેસ ગણીને નોટીસ ફટકારી હતી.

 

 

 

(5:44 pm IST)