ગુજરાત
News of Friday, 7th December 2018

સુરતના ઉઘનામાં પોલીસે દરોડા પાડતા 2100થી વધુ બોટલનો પાણીનો જથ્થો ઝડપાયો: પી.આઈ.પરમાર સસ્પેન્ડ

સુરત:ઉધના પટેલનગર હેગડેવાર ઝુંપડપટ્ટીમાંથી બુટલેગરના સાત રૂમમાંથી વ્હીસ્કી અને બિયરની ૨૧૦૦ થી વધુ બોટલો સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડીને ઝડપી લેતા પોલીસ કમિશ્નરે ઉધના પોલીસ મથકના પી.આઇ પરમારને સસ્પેન્ડ કરી દીધા છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ કે એન લાઠીયા અને ટીમે ગતરાત્રે ઉધના પટેલ નગર હેગડેવાર ઝુપડપટ્ટીમાં છાપો માર્યો હતો. અહી રૂમ નંબર ૪૦૯, ૪૧૦, ૪૨૧થી ૪૨૩, ૪૦૧ અને ૩૯૫માંથી રૂ.૨,૨૪,૫૦૦ની મત્તાની દારૂ અને બિયરની ૨૧૪૧ બોટલ કબજે કરાઇ હતી. તેમજ દારુના જથ્થા સાથે સોનાબેન બચુભાઈ રાજપૂત , સંજય રાજારામ તિવારી, રાજુ બાલકૃષ્ણ પાટીલ, મનોજ નાનોભાઈ ઢોડીયા પટેલ, નિશાંત ઉર્ફે છોટુ પપ્પુ ભાઈ વાજપાઈ અને શશીકાંત જગનાથ તિવારી ઝડપાઇ ગયા હતા. તેમની પાસેથી રોકડા રૂ.૪૯૦૦,  ૨૪ નંગ સોડા બોટલ , ૮ મોબાઈલ ફોન અને દેશી દારૂના  જથ્થા સહિત કુલ રૂ.૨,૪૦,૯૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. દારૂનો જથ્થો હેગડેવાર ઝૂપડપટ્ટીમાં રહેતા બુટલેગર અશોક વિશ્વકર્માએ નવસારીના આઝાદ ઉર્ફે નસુમુદ્દીન  હાફીઝ  તેમજ બુડીયાના કાલુ  પાસેથી મંગાવી વેચાણ માટે રાખ્યો હતો. આ ત્રણેયને વોન્ટેડ જાહેર કરી ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે.

(5:38 pm IST)