ગુજરાત
News of Friday, 7th December 2018

વિસનગરમાં ઘરે કામ કરવાની ના કહેતા સુપ્રિડેંન્ટએ દંપતીને છુટા દીધા

વિસનગર:છઠ્ઠી ડિસેમ્બર ડો. બાબા સાહેબ આંબેડકરના નિર્વાણદિને નેતાઓ અને અધિકારીઓ અસ્પૃશ્યતા નિવારણની મોટી મોટી વાતો કરે છે પરંતુ તેનો અમલ કરવામાં આવતો નથી. અધિકારીઓ હજુ પણ સફાઈ કામદારો પ્રત્યે આભડછેટ રાખતા હોવાનું વિસનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ  ઉપર થયેલા આક્ષેપ ઉપરથી કહી શકાય. સિવિલ હોસ્પિટલમાં વર્ગ-૪ માં કામ કરતા દંપત્તીએ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટના ઘરે કામ કરવાનો ઈન્કાર કરતા દ્વેષભાવમાં દંપત્તીને કોન્ટ્રાક્ટરે છુટા કરતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ સામે કાર્યવાહી કરવા વિસનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે.

વિજાપુર તાલુકાના ખરોડ ગામના વતની હાલમાં વિસનગર ખાતે રહેતા અશ્વીનભાઈ ચમનભાઈ પરમાર તથા તેમના પત્ની ભગવતીબેન અશ્વીનભાઈ પરમાર વિસનગર સિવિલ હોસ્પિટલમાં વર્ગ-૪ ના કર્મચારી તરીકે છેલ્લા આઠ વર્ષથી નોકરી કરતા હતા.

 

(5:37 pm IST)