ગુજરાત
News of Friday, 7th December 2018

મહેસાણામાં તાલુકા પંચાયતમાં કારોબારી સભ્યોમાં નવા સભ્યોનો સમાવેશ કરતા હોબાળો મચી જવા પામ્યો

મહેસાણા: તાલુકા પંચાયતની સાધારણ સભા પંચાયત હોલમાં મળી હતી. પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં મળેલી સભામાં વિકાસના કામોને બહાલી અપાઈ હતી. જો કે કારોબારી સમિતિના એક સભ્યનુ રાજીનામુ અને બીજા સભ્યને લેવાની પ્રક્રિયા મામલે ભારે વિરોધ થયો હતો અને ખુદ કોંગ્રેસના જ સભ્યોએ વિરોધ નોંધાવતા મામલો ગરમાયો છે. જો કે આજની સાધારણ સભાાં થયેલ કાર્યવાહી મુલતવી રાખવા કારોબારી ચેરમેને લેખીતમાં માંગ કરી છે.

મહેસાણા તાલુકા પંચાયતની કારોબારી સમિતિમાંથી બલોલ બેઠકના સભ્ય રવિ  કનૈયાલાલ સુથારે રાજીનામુ ટી.ડીઓને સોપેલ હોઈ આજની સાધારણ સભામાં આ કામ મુકવામાં આવ્યુ હતુ.

 

(5:43 pm IST)