ગુજરાત
News of Friday, 7th December 2018

ગાંધીનગરના આસપાસના વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકોમાં ફાફડાટનો માહોલ

ગાંધીનગર:સચિવાલયમાં દીપડો ઘુસી ગયા બાદ આ દીપડાને પકડી પાડવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ ગાંધીનગર શહેર તેમજ આસપાસના ગામો ઉપરાંત સાબરમતી નદીને અડીને આવેલા ગામોમાંથી દીપડો આવ્યા હોવાના સમાચાર સતત સાંભળવા મળી રહ્યાં છે.

બે દિવસ પહેલા જુના પીંપળજના જંગલોમાંથી દીપડાના પગલાં મળી આવ્યા હતા. ત્યારે આજે અલુવા ગામની કોતરોમાં એક ટ્રેકરને દીપડો દેખાયો હોવાની વાત સામે આવી રહી છે. આની તપાસ કરતાં બે અલગ અલગ પગલાં મળી આવતાં બચ્ચા સાથે દીપડી હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. 

(5:35 pm IST)