ગુજરાત
News of Friday, 7th December 2018

નડિયાદ-મરીડા રોડ પર જુદા-જુદા અકસ્માતના 2 બનાવ:બેને ગંભીર ઇજા

નડિયાદ:નડિયાદ-મરીડા રોડ તેમજ નેશનલ હાઈવે નં-૮ ટુંડેલ ઓવરબ્રીજ પર સર્જાયેલ અકસ્માતમાં બે ઈસમોને ઈજા થઈ હતી. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ વિદ્યાનગર કૈલાસ એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશભાઈ મહાદેવભાઈ ગોહિલ ગઈકાલે સવારે મોટરસાયકલ નં જીજે-૨૩-એક્યુ-૩૭૭૧ હંકારી નેશનલ હાઈવે નં-૮ પરથી જઈ રહ્યો હતો. ત્યારે ટુંડેલ રેલવે ઓવરબ્રીજ પર સામેથી રોંગ સાઈડે પૂરઝડપે આવેલ લોડીંગ રીક્ષાનો ચાલક મોટરસાયકલને ટક્કર મારી નાસી ગયો હતો. લોડીંગ ટેમ્પીની ટક્કર વાગતા બાઈકચાલક દિનેશભાઈ ગોહિલ (ઉં.વ. ૩૦)ને પડી જતાં ઈજા થઈ હતી. 
જ્યારે અકસ્માતનો બીજો બનાવ નડિયાદ-મરીડા રોડ પર સર્જાયો હતો. જેમાં નડિયાદ મલારપુરામાં રહેતા પ્રવિણભાઈ ઉર્ફે બાબુભાઈ મૂળજીભાઈ રાવળ ગત તા. ૩-૧૨-૧૮ની સાંજે ચાલતો મરીડા રોડ પરથી જઈ રહ્યો હતો. ત્યારે મુનાફભાઈએ એક્ટીવા નં. જીજે-૭-સીકે-૪૬૧૭એ પ્રવિણભાઈને પાછળથી ટક્કર મારતા ઈજા થઈ હતી.

 

(5:27 pm IST)