ગુજરાત
News of Friday, 7th December 2018

મધુભાન રિસોર્ટ ખાતે હાઈવે ઢાબા ફૂડ ફેસ્ટીવલની મજા માણો

અમદાવાદ : આણંદ ખાતે આવેલા મધુભાન રિસોર્ટમાં ૯ ડિસેમ્બર સુધી હાઇવે ઢાબા ફૂડ ફેસ્ટિવલની મજા માણી શકાશે.જેમાં હાઇવે ઢાબાની સ્પેશિયલ ૧૦૦થી વધુ ડિશનો સ્વાદ માણી શકાશે,આ ઉપરાંત હાઇવેની બાજુનાં ઢાબામાં બેસીને ભોજન લઇ રહ્યા હોય તેઓ અહેસાસ પણ થશે. મધુભાન રિસોર્ટના શેફ રાકેશપ્રસાદે જણાવ્યું હતું કે ન્યુ દિલ્હી-અમૃતસર હાઇવેને લઇને એક ઇતિહાસ છે. જેનું ફૂડ દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે .જેથી હાઇવે ઢાબાની પ્રખ્યાત વિવિધ વાનગીઓ ગુજરાતીઓને પસંદ આવે તે રીતે મેનુમાં ૧૦૦ ઉપરાંત ડિશ તૈયાર કરવામાં આવી છે.

(3:41 pm IST)