ગુજરાત
News of Friday, 7th December 2018

કેડ સેન્ટર દ્વારા એન્જિનિયરીંગ જોબ ફેર

અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા કેડ સેન્ટર દ્વારા એન્જિનિરીંગ જોબ ફેરનું આયોજન  કરવામાં  આવ્યું હતું.  જેમાં ૨૫થી વધુ એન્જિનિરીંગ કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાં યાઝાકી, ટાટા ઓટોકોમ, બી આર એન્જીનીરીંગ, યુનીમેક, ફુજી સિલ્વરટેક, સ્ટુપ કન્સલ્ટન્ટ, ટેકનો સીએનસી અને ભારત બેન્ઝ મોખરે છે. જોબ ફેરમાં ૬૨૫ વિદ્યાર્થીઓએ નોકરી માટે રેજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેમાંથી લગભગ ૨૫૦ એંન્જીનિયરોને ઇન્ટરવ્યૂ માટે બોલવામાં આવ્યા હતા.  કેડ સેન્ટરનો હેતુ માત્ર એન્જીનરીંગ વિદ્યાર્થીઓને એન્જિીનયરીંગ ઔદ્યોગિક એકમોને સાથે મેળવવાનો છે, જે માટે કેડ સેન્ટર દ્વારા કોઈ પણ જાતની લેવામાં આવતી નથી. ઉદિત દિવેટિયા કેડ સેન્ટરેના સેન્ટરે હેડ છે અને તેઓ છેલ્લા ૨૦ વર્ષથી અમદાવાદમાં વિવિધ એન્જીનીરીંગ ડિઝાઇન સોફ્ટવેરે શીખવાડે છે. ભારતમાં ૬૨૫થી પણ વધુ શાખાઓ છે અને જેના કોર્સ NSDC દ્વારા પ્રમાણિત છે.

(3:40 pm IST)