ગુજરાત
News of Friday, 7th December 2018

એમવેની હર્બલ સ્કીનકેર બજારમાં

અમદાવાદ : દેશની સૌથી વિશાળ એફએમસીજી ડાયરેકટ સેલિંગ કંપની એમવે ઈન્ડિયાએ આજે એટિટ્યુડ બી બ્રાઈટ હર્બલ્સ રેન્જના લોન્ચ સાથે હર્બલ સ્કિનકેર બજારમાં પ્રવેશની જાહેરાત કરી છે. એટિટ્યુડની નવી સ્કિનકેર રેન્જ નિસર્ગનું શ્રેષ્ઠતમ અને વિજ્ઞાનનું શ્રેષ્ઠતમના કંપનીના વારસાના આધાર પર આધુનિક સંશોધન સાથે એકત્રિત બોટેનિલ્સની સારપને એકત્ર લાવે છે. નવી રેન્જ સાથે એમવે ભારતમાં રૂ. ૨૦૦૦ કરોડના હર્બલ સ્કિનકેર સેગમેન્ટની ઉચ્ચ સંભાવનાઓનો લાભ લેવાનું લક્ષ્ય ધરાવે છે.

એટિટ્યુડ બી બ્રાઈટ હર્બલ્સ રેન્જના લોન્ચની જાહેરાત કરતાં એમવે ઈન્ડિયાના સીઈઓ શ્રી અંશુ બુધરાજાએ જણાવ્યું હતું કે એમવેમાં અમે ઈચ્છુક ભારતીય ગ્રાહકોની જરૂરતોને પહોંચી વળતી પ્રોડકટો ઓફર કરવા પર અમારું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતીય હર્બલ સેગમેન્ટ ઉચ્ચ સંભાવના આપે છે અને અમે અમારી મોજૂદ શ્રેણીઓમાં નાવીન્યપૂર્ણ અને અજોડ ગુણવત્ત્।ાયુકત પ્રોડકટો વિકસાવીને અને રજૂ કરીને તે સંભાવનાઓનો લાભ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. એટિટ્યુડ બી બ્રાઈટ હર્બલ્સ રેન્જનું આ લોન્ચ બ્યુટી સેગમેન્ટમાં અમારું નવું ઈનોવેશન છે, જે સ્કિન બ્રાઈટન કરવા તેની નવી ફોર્મ્યુલા સાથે અને પ્રદૂષણથી રક્ષણ આપીને બજારમાં ક્રાંતિ લાવવા સુસજ્જ છે.

(3:40 pm IST)