ગુજરાત
News of Friday, 7th December 2018

સાબરકાંઠા એલસીબીએ ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી જગદીશ પટેલને ઉદયપુરથી ઝડપ્યો

સાબરકાંઠા એલસીબીએ ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો છે  સાબરકાંઠા જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડી.એમ. ચૌહાણએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા પકડવાના બાકી આરોપી ઓને ઝડપી પાડવા કરેલ સુચના આધારે વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ વી.યુ. ગડરીયા પો.સ.ઇ. એલ.સી. બી. તથા એે.એસ.આઇ વિષ્ણુભાઇ, પોકો સનતભાઇ, પોકો ભાવેશભાઇ, પોકો પ્રહર્ષકુમાર, ડ્રા.પો.કો. પ્રહલાદસિંહ નાઓને મળેલ બાતમી મળેલ આધારે વિજયનગર પો.સ્ટે.ના થર્ડ.ગુ.ર.નં. ૫૧૨૮/૨૦૧૫ પ્રોહી એક્ટ કલ ૬૬બી, ૬૫એઇ, વી.મુજબના કામે નાસતો ફરતો આરોપી જગદીશ લાલુરામ પટેલ રહે.કારછા તા.ખેરવાડા જી. ઉદયપુર રાજસ્થાનને કારછા તા.ખેરવાડા જી. ઉદયપુરથી અટક કરી વિજયનગર પો.સ્ટે. સોંપેલ છે.

(2:50 pm IST)