ગુજરાત
News of Friday, 7th December 2018

લોકરક્ષક ભરતી પરીક્ષા પેપર લીક કેસમાં સંડોવાયેલા ૫૦ ઉમેદવારો બ્લેકલિસ્ટ થયા

અમદાવાદ :લોકરક્ષક ભરતી પરીક્ષાના પેપર લીક કેસની તપાસમાં ૫૫ જેટલા ઉમેદવારોના નામ બહાર આવ્યા છે. જે સીધી કે આડકતરી રીતે લીક થયેલા પેપરની ખરીદીમાં સંડોવાયલા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં પણ કેટલાક ઉમેદવારો છે. તે સિવાય આ કેસની તપાસ દરમિયાન જે પણ ઉમેદવારોના નામ ખુલશે તેમને પણ બ્લેકલિસ્ટ કરીને પરીક્ષા આપવા નહી દેવાય, એમ પોલીસે જણાવ્યું હતું.

  આ પરીક્ષાનુ લીક થયેલું પેપર લેવા માટે અનેક ઉમેદવારોને દિલ્હી પણ લઈ જવામાં આવ્યા હતા. તે સિવાય જેમણે પેપર ખરીદ્યા હતા તેમણે અન્ય ઉમેદવારોને પણ પેપર વેચ્યા હોવાની શક્યતાને આધારે તપાસ ચાલી રહી છે.

(12:09 pm IST)