ગુજરાત
News of Friday, 7th December 2018

રાજ્યમાં એક દાયકામાં આપઘાતના પ્રમાણમાં 32 ટકાનો વધારો : ૨૦૧૫માં દેશમાં સૌથી વધુ આપઘાત રાજકોટમાં

અમદાવાદમાં 2011 તુલનાએ વર્ષ 2014માં સૌથી વધુ 95 ટકાનો ઉછાળો

નવી દિલ્હી :નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ ભારતમાં થતા આપઘાતના આંકડાઓ જાહેર કર્યા છે તે મુજબ સમગ્ર દેશમાં વર્ષ ૨૦૦૪માં કુલ ૧,૧૩,૬૯૭ લોકોએ આપઘાત કર્યો હતો જે વર્ષ ૨૦૧૫માં વધીને ૧,૩૩,૬૨૩ થયો છે. ભારતમાં ૨૦૦૪માં દર લાખની વસ્તીએ ૧૦.૫ લોકોએ આપઘાત કર્યો હતો તે વર્ષ ૨૦૧૫માં લગભગ તેટલો જ એટલે ૧૦.૬નો થયો છે.

 ગુજરાતમાં સ્થિતિ ચિંતાજનક છે ગુજરાતમાં વર્ષ ૨૦૦૪માં દર લાખની વસ્તીએ ૮.૬ ટકા લોકોએ આપઘાત કર્યો હતો જે વર્ષ ૨૦૧૫માં વધીને ૧૧.૭ ટકા થયો છે એટલે કે રાજ્યમાં  છેલ્લા ૧૦ વર્ષમાં આપઘાતના પ્રમાણમાં ૩૨ ટકાનો વધારો થયો છે

 રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં વર્ષ ૨૦૧૧ની સરખામણીએ વર્ષ ૨૦૧૪માં આપઘાતના કિસ્સામાં ૯૫ ટકાનો વધારો થયો હતો પરંતુ વર્ષ ૨૦૧૫માં તેમાં ઘટાડો નોંધાયો હતો.

 આખા દેશમાં શહેર પ્રમાણે આપઘાતના બનાવોની સરખામણી કરવામાં આવે તો વર્ષ ૨૦૧૫માં દેશમાં સૌથી વધુ આપઘાત રાજકોટમાં થયા હતા. જ્યારે એ જ વર્ષે રાજ્યની સરખામણીમાં સૌથી વધુ આપઘાત છત્તીસગઢ, તમિલનાડુ અને કેરળમાં નોંધાયા છે.

(12:08 pm IST)