News of Thursday, 6th December 2018
ગાંધીનગરમાં ભાજપ દ્વારા દક્ષિણ ઝોનની 5 બેઠકોની સમીક્ષા
મુખ્યમંત્રી રૂપાણી ,પ્રદેશ પ્રમુખ વાઘાણી ,સંગઠન મહામંત્રી સહિતનાની ઉપસ્થિતિ
ગાંધીનગર :ગાંધીનગરમાં ભાજપ દ્વારા દક્ષિણ ઝોનની પાંચ લોકસભા બેઠકની સમીક્ષા કરાઈ હતી પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાતની ૫ લોકસભા બેઠકની સમીક્ષા યોજાઈ હતી
પ્રદેશ મીડિયા સેલની યાદી મુજબ ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી , મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં દક્ષિણ ઝોનની ૫ લોકસભા બેઠકો વલસાડ, નવસારી, સુરત, બારડોલી અને ભરૂચની સમીક્ષા કરવામાં આવી હતી.
(12:15 am IST)