ગુજરાત
News of Thursday, 6th December 2018

વડોદરામાં સ્વચ્છતા અભિયાન હેઠળ 70 સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા: કચરો ફેંકનારને શોધી યોગ્ય દંડની કાર્યવાહી કરાશે

વડોદરા:માં સ્વચ્છ સર્વેક્ષણ સંદર્ભે ઘનિષ્ઠ સફાઈ ઝુંબેશ શરૂ થઈ રહી છે. ત્યારે વડોદરામાં જ્યાં ત્યાં કચરો ફેંકનારને પણ પકડી પાડી દંડ કરવામાં આવશે. વડોદરામાં એવી ૭૦ ખુલ્લા જગ્યા છે જે કચરાના ઉકરડાથી ઉપદ્રવી બની છે. જેને ન્યુસન્સ સ્પોટ કહેવાય છે. ત્યાં સીસી ટીવી કેમેરા મૂકવામાં આવશે. સીસીટીવીમાં જોઈને કોણ કચરો નાખી જાય છે. તે શોધી કાઢીને દંડની વસૂલાત કરવામાં આવશે. સીસીટીવી કેમેરા મૂકવાથી લોકો કચરો નાખી જાય અને ગંદકી ફેલાવે નહીં તેવો ઉદ્દેશ્ય કોર્પોરેશને રાખ્યો છે.

દરમિયાન શહેરની શાળાઓ, ઐતિહાસિક ઇમારતો કે જાહેર સ્થળોએ કઇ કઇ જગ્યાઓ લોકો કચરો નાખી જાય છે તેની નોંધ રાખવા વોર્ડના સંબંધિત અધિકારીઓને સૂચના આપીને સફાઇકાર્ય સઘન પણે કરવા તાકીદ કરવામાં આવી છે. રાત્રિ સફાઇ અંતર્ગત તમામ ઝોનમાં કન્ટેઇનર સ્પોટ તથા ન્યુસન્સ સ્પોર્ટની સફાઇ થશે. સૂકા અને ભીનો કચરો ભરવા હેંગિંગ બિન્સ હાલ ૫૦૦ છે, જે નાના છે, તેના બદલે વધુ ૫૦૦ મોટા બિન્સ મૂકાશે.

(5:29 pm IST)