ગુજરાત
News of Thursday, 6th December 2018

ગુજરાતમાં બે વર્ષમાં માત્ર ૧ર૮૬૯ યુવાનોને રોજગારીઃ સરકારી ભરતીમાં ગેરરીતિ

સરકારી દાવાનો 'પરપોટો' ફોડતા કોંગી પ્રવકતા ડો. મનીષ દોશી

અમદાવાદ તા. ૬ : ચૂંટણીઓ આવે એટલે સરકારી નોકરીઓની ભરતીઓ શરૂ થાય યુવાનો ફોર્મ ભરે, પરીક્ષા આપે પરીક્ષામાં નાટક કરવામાં આવે જેથી ગુજરાતની બેરોજગારીનું બિહામણું ચિત્ર ઉમસ્યું છે. કેમ કે, ર૩ હજાર સરકારી નોકરીઓ માટે પપ.૩૬ લાખ બેરોજગારોએ ફોર્મ ભર્યા હતા આ એ જ દર્શાવે છે. કે, ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની કેવી અવદશા છે ગુજરાત સરકાર ભલે વાઇબ્રન્ટ ગુજરાતના નામે લોકોને રોજગારી આપવાના મોટા મોટા દાવા કરતી હોય...પરંતુ સરકારના આ દાવા પોકળ સાબિત થયા છ.ે ગુજરાતમાં બે વર્ષમાં માત્ર ૧ર.૮૬૯ યુવાનોને રોજગાર મળી હોવાના આંકડા બહાર આવી રહ્યા છ.ે ભાજપ સરકારમાં મોઘુ શિક્ષણ બાદ સરકારી નોકરીઓમા મોટા પાયે ગેરરીતી લાખો રૂપિયાની લેતી દેતીના લીધે સામાન્ય મધ્યમવર્ગના લાખો યુવાનોની કારકિર્દિ સાથે ચેડા થઇ રહ્યા છ.ે વાયબ્રન્ટ ગુજરાતના નમો આબજો રૂપિયાના મુડીરોકાણ અને કરોડો રોજગારીના દાવાનો પરપોટો ફુટી ગયાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મૂખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ કર્યો છ.ે

ગુજરાત સરકારના જ ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા બે વર્ષના સમયગાળામાં ગુજરાતમાં માત્ર  ૧ર,૮૬૯ યુવાનોને રોજગારી આપી છ.ે

ભાજપ સરકારની શોષણ નિતિના લીધે એક તરફ બેરોજગારીનો આંકડો, કુદકે ભૂસકે વધી રહ્યો છે તો બીજી તરફ ફિકસ પગાર, કોન્ટ્રાકટ આઉટસોર્સ અને હંગામી ધોરણે નોકરીઓ આપી કરવામાં આવતા આર્થિક શોષણ સામે યુવાધનમાં ભારે આક્રોશ અને અજંપો છે. ગુજરાતના પ લાખ ફિકસ પગારધારોના હિત માટે ભાજપ સરકાર તાકીદે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પરત ખેંચે, રાજયમાં મોટા ભાગના વિભાગોમાં નિવૃત લોકોને પુનઃ નિમણુંક આપીને મનફાવે તે રીતે કામગીરી કરાવવામાં આવી રહી છે મોટા ભાગના વિભાગો ઇન્ચાર્જથી જ ચાલી રહ્યા છ.ે દર વર્ષે બે કરોડ નવી રોજગારીના દાવા સામે મોદી શાસનના ૧ વર્ષમાં માત્ર ૧.૩૮ લાખ રોજગારી દેશના યુવાનોને મળી છે.(૬.૧૫)

(4:15 pm IST)