ગુજરાત
News of Thursday, 6th December 2018

સરકારે ૩૮૧પ૧ ખેડુતો પાસેથી મગફળી ખરીદીઃ પ૮ કરોડ ચુકવ્યા

ખરીદેલી મગફળીનો જથ્થો ૭૬ર૯પ૮ કવીન્ટલઃ મનીષ ભારદ્વાજ

રાજકોટ, તા., ૬: ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવા આખો નવેમ્બર મહિનો ઓનલાઇન ખેડુતોની નામ નોંધણી કર્યા બાદ ૧પ નવેમ્બર લાભ પાંચમથી ખરીદી શરૂ કરવામાં આવી છે. અત્યારે રજાના દિવસો સિવાય ખરીદીની પ્રક્રિયા રાજયના ૧રર માર્કેટ યાર્ડો ખાતે ચાલી રહી છે. રાજય સરકારની એજન્સી તરીકે નાગરિક પુરવઠા નિગમ કાર્યરત છે.

નિગમના મેનેજીંગ ડીેરેકટરશ્રી મનીષ ભારદ્વાજ (આઇએએસ)ના જણાવ્યા મુજબ ૧રર કેન્દ્રો પર મગફળી વેચવા માટે ર લાખથી વધુ ખેડુતો નોંધાયા છે. તે પૈકી આજે સવાર સુધીમાં ૩૮૧૫૧ ખેડુતો પાસેથી ૭૬૨૯૫૮ કવીન્ટલ મગફળી ખરીદવામાં આવી છે. જેની કિંમત રૂ. ૩૮૧.૪૭ કરોડ થાય છે. આજ સુધીમાં પ૯૪૪ ખેડુતોને ૧૧૬૩૬૦ કવીન્ટલ મગફળીના વેચાણ પેટે રૂ.પ૮.૧૮ કરોડ જેટલી રકમ ચુકવી દેવામાં આવી છે.  સંપુર્ણ પારદર્શક પધ્ધતીથી મગફળીની ખરીદી અને ચુકવણીની કામગીરી થઇ રહી છે. મગફળીના નાણા સીધા ખેડુતોના ખાતામાં જમા થઇ રહયા છે. આવતા દિવસોમાં ખરીદી અને નાણા ચુકવણામાં ઝડપ વધે તેવા પ્રયત્ન છે. (૪.૧૪)

(4:18 pm IST)