ગુજરાત
News of Thursday, 6th December 2018

ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખની બર્થડે પાર્ટીમાં જાહેરમાં દારૂની મહેફિલ: વિડિઓ વાયરલ

હોટલ બહાર રાત્રે મહેફિલમાં નશામાં ચૂર :પીએમ મોદીની પણ મિમિક્રી કરી : અસભ્ય શબ્દોનો પણ પ્રયોગ કરાયો

ભરૂચ :ભરૂચ તાલુકા ભાજપના પ્રમુખની બર્થ ડે પાર્ટી નિમિત્તે દારૂની મહેફિલ માણતા નજરે પડતા હોવાનો એક વિડિઓ વાયરલ થયો છે જાહેર સ્થળ ઉપર દારૂની મહેફીલ માણવાનો આ વીડિયો જ દર્શાવે છે કે ગુજરાતમાં કેટલી કડક દારૂબંધી છે

   મળતી માહિતી પ્રમાણે ભરૂચ તાલુકાના ભાજપના પ્રમુખ દિવ્યજીતસિંહ રાજનો જન્મ દિવસ હતો તેમની બર્થડે પાર્ટી નિમિત્તે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ જાહેર સ્થળ ઉપર દારૂની મહેફિલ માણતા નજરે ચડે છે. દારૂની મહેફીલ દરમિયાન પીએમ મોદીની મીમીક્રી પણ કરતા હતા.

   ભરૂચ નજીક આવેલી એક હોટલની બહાર રાતના સમયે દારૂની મહેફિલ યોજવામાં આવી હતી. સ્થાનિકે આ મહેફિલનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો હતો
   નશામાં ચકચુર રોહિત નિઝામાએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં મીમીક્રી કરી હતી. સોશિયલ થયેલા વીડીયોમાં તેઓ વડાપ્રધાનની સ્ટાઇલમાં મિત્રો, આ બર્થ ડે અમુક માટે જ છે, બીજા માટે નથી તેમ કહી અસભ્ય શબ્દોનો પ્રયોગ કરતાં જણાઇ રહયાં છે. જયાં એક તરફ રાજયમાં દારુબંધીનો કડક અમલ થઇ રહયો છે ત્યાં ખુદ ભાજપના આગેવાનો જ તેના લીરા ઉડાવી રહયાં છે.

(2:34 pm IST)