અભદ્ર માંગણી કરતા ઉશ્કેરાયેલી મહિલાએ નવસારી કોર્ટ પરિસરમાં વકીલને લમધાર્યો :વિડિઓ વાયરલ
ફી બાબતે બોલાચાલી બાદ અભદ્ર માંગણીથી મહિલા છછેડાઈ :કોલર પકડીને માર્યો
નવસારી કોર્ટ પરિસરમાં મહિલા દ્વારા વકીલને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો અંગે મળતી માહિતી પમુજબ મહિલા પાસે ફીના પૈસા બાબતે બોલાચાલી થયા બાદ વકીલે મહિલા પાસે અભદ્ર માંગણી કરી હોવાનો આક્ષેપ સાથે મહિલાએ જ કોર્ટ પરિસરમાં જ વકીલને ફટકાર્યો હતો. આ અંગે મહિલાએ ટાઉન પોલીસ મથખે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી પ્રમાણે નવસારી કોર્ટમાં વકીલાત કરતા કનુ સુખડિયા સાથે મહિલાને ફી બાબતે બોલાચાલી થઇ હતી. કનુ સુખડિયાએ મહિલા પાસે અભદ્ર માંગણી કરતા બોલાચાલી થઇ હતી. ઉશ્કેરાયેલી મહિલાએ કનુ સુખડિયાને કોલરથી પકડકીને માર મારવા લાગી હતી
વીડિયોમાં દેખાય છે એમ મહિલા વકીલને લાતો અને લાફા માર્યા હતા. એટલું જ નહીં કનુ સુખડિયા મહિલાથી છૂટકારો મેળવવા માટે પ્રયત્નો કરે છે પરંતુ મહિલા તેને છોડતી નથી. જોકે, આ આખી ઘટના જોવા માટે વકીલો અને અન્ય લોકોના ટોળા એકઠાં થયા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે અન્ય વકીલોએ કનુ સુખડિયાને મહિલાથી છોડાવ્યા હતા. આ ઘટનાનો સ્થાનિકે વીડિયો ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દીધો હતો. મહિલાએ ટાઉન પોલીસ સ્ટેશનમાં કનુ સુખડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે