ગુજરાત
News of Thursday, 6th December 2018

અમદાવાદ નારોલની અગ્રસેન વિદ્યામંદિરમાં મુસ્લિમ છાત્રો પણ કરે છે સંસ્કૃતનો આભ્યાસ

ગીતાપાઠ હોય કે જન્માષ્ટમીએ ગૌપૂજા તમામ કાર્યક્રમોમાં મુસ્લિમ સમુદાયના લોકો બાળકો સાથે જોડાય છે

અમદાવાદના નારોલમાં સ્થિત શ્રી અગ્રસેન વિદ્યા મંદિરમાં છેલ્લા 20 વર્ષથી સંસ્કૃત વિષયનો અભ્યાસ કરવામાં આવે છે. આ શાળામાં અહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં મુસ્લિમ બાળકો પણ મોટી સંખ્યામાં સંસ્કૃતનો અભ્યાસ કરે છે

 આ  શાળામાં શીખવવામાં આવતું અષ્ઠદશશ્લોકી ગીતાનો પાઠ હોય કે પછી જન્માષ્ટમીમાં ઉજવવામાં આવતી ગૌ પૂજા અહીં અભ્યાસ કરનાર તમામ કાર્યક્રમોમાં મુસ્લિમ સમુદાયના તમામ બાળકોની સાથે તેમના માતા પિતા પણ ભાગ લેતા જોવા મળે છે. 

  આ શાળમાં સંસ્કૃત સિવાય યોગા, નૈતિક શિક્ષણ, સંગીત અને શારીરિક શિક્ષણના વિષયોનો સમાવેશ થાય છે. આ શાળામાં ડોક્ટર કેશવ બલીરામ હેડગેવાર અને માધવ સદાશિવ ગોલવલકરનો ફોટો પણ મુખ્ય હોલમાં જોવા મળે છે. જ્યારે બાળકોના ક્લાસ તરફ આગળ વધીએ ત્યારે દીવાલો પર સુવિચારો પણ લખેલા જોવા મળે છે.

(11:36 pm IST)