ગુજરાત
News of Thursday, 6th December 2018

પાટણ યુનિ,ની પરીક્ષા ચોરીના વિડિઓ વાયરલ થયા બાદ રદ કરેલી પરીક્ષાની મોડી જાહેરાત કરતા વિદ્યાર્થીઓમાં રોષ

પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીએ જાન્યુઆરી મહિનામાં 30 જગ્યા માટે ભરતી પ્રક્રિયા અંતર્ગત પરીક્ષાનું આયોજન કર્યું હતું. જે અંતર્ગત 1600 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરંતુ પરીક્ષા દરમ્યાન એક વર્ગખંડમાં કોઇ વ્યક્તિ ઉમેદવારને પેપર લખાવી રહ્યો હોવાનો ફોટો વાયરલ થતા પરીક્ષા રદ્દ કરાઇ હતી. પરીક્ષાના છેક 11 મહિના બાદ હવે યુનિવર્સિટીએ ફરી પરીક્ષા લેવાની જાહેરાત કરતા ઉમેદવારોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. યુનિવર્સિટી રજીસ્ટ્રારે જણાવ્યું હતું કે આ મામલે મળેલી કારોબારીમાં ફરી પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. આથી ટૂંક સમયમાં જ પરીક્ષાની જાહેરાત કરાશે.

(10:12 pm IST)