ગુજરાત
News of Thursday, 6th December 2018

વડોદરાના નવયુવાનોએ વાસણાથી ગોરવા સુધી 25,000 વૃક્ષો વાવી જતન કરવાનો સંકલ્પ લીધો

વડોદરા શહેરના ઉમંગ ફાઉન્ડેશન દ્વારા શહેરના 300થી વધુ છોકરાઓ તેમની સાથે જોડીને ગ્લોબલ વોર્મિંગને અટકાવવા અને પર્યાવરણ રક્ષાનો સંકલ્પ લેતાં તેઓએ શહેરના વાસણાથી ગોરવા વિસ્તારમાં જૂન મહિનામાં 25,000 વૃક્ષ વાવીને તેનું જતન કરવાનો પણ સંકલ્પ લીધો છે.

    વર્ષ 2007માં કાપડ ઉદ્યોગમાં ઝંપલાવતાં સોનાલી વોરાએ તેમના બિઝનેસનો 50 ટકા પ્રોફિટ મહિલાઓને પગભર કરવા માટે વાપરવો તેવો સંકલ્પ કર્યો. જેને અનુસરતાં 27 ઓગસ્ટ 2011માં ઉમંગ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી 300થી વધુ મહિલાઓને સશક્ત કરનાર સોનાલી વોરાએ જણાવ્યું હતું કે મેન્ટલી રિટાયર્ડ લોકો માટે કોઈ કામ નથી કરી રહ્યાં. તેઓમાં ખૂબ જ પ્રતિભા હોય છે અને તે પ્રતિભાને નોકરીમાં તબદીલ કરવા 2019માં 50થી વધુ મેન્ટલી રિટાયર્ડ લોકોને શેફ અને રેસ્ટોરન્ટની ટ્રેનિંગ આપીને તેમના દ્વારા જ સંચાલિત રેસ્ટોરન્ટ બનાવાશે.

(9:33 pm IST)