ગુજરાત
News of Wednesday, 7th November 2018

મહેસાણા-બેચરાજી હાઇવે પર બાઈક સવાર પાસેથી પૈસાની લૂંટ ચલાવનાર ગઠિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

મહેસાણા:મહેસાણા-બેચરાજી હાઈવે રોડ ઉપર આવેલા  સુવિધા સર્કલ નજીક બેંકમાંથી પૈસા ઉપાડીને લઈ જતા સિરામીકના બે બાઈક સવાર કર્મીઓને ગાડીમાં આવેલા ચાર અજાણ્યા વ્યક્તિઓએ આંતર્યા હતા અને તેમની પાસેથી રૃ.ર.૬૦ લાખની લૂંટ કરી પલાયન થઈ ગયા હતા. આ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જેના આધારે પોલીસે ગુનો નોંધી લુટારૃઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.  જોટાણા તાલુકાના બલોલ-મીઠા રોડ પર ગોલ્ફ સિરામીક નામની કંપની આવેલી છે.

આ કંપનીની કોલોનીના  રૃમ નં. પ૩ માં રહેતા શેખાવત ધીરૃસિંહ સવાઈસિંહ અને તેમનો સહકર્મી યુનિયન બેન્કમાંથી રૃ.ર,૬૦,૦૦૦/- ની રકમ ઉપાડીને પોતાના મોટર સાયકલ ઉપર પરત ગોલ્ફ સીરામીક તરફ જઈ રહ્યા હતા.

તે વખતે બેચરાજી -મહેસાણા રોડ પર આવેલ મરેડા તરફના માર્ગે સુવિધા સર્કલ નજીક સફેદ કલરની ગાડીમાં અજાણ્યા ચાર વ્યક્તિઓએ બંનેને આંતરી થોભાવ્યા હતા અને ધારિયા વડે ધીરૃસિંહને ઈજાઓ કરી તેમની પાસેથી રૃ.ર.૬૦ લાખની મત્તા ભરેલ થલાની લુંટ કરી ભાગી છુટયા હતા.

(5:49 pm IST)