વડોદરાના સમા વિસ્તારમાં જુગાર રમતા 10 શકુનિઓને પોલીસે 77 હજારના મુદામાલ સાથે ઝડપી પાડયા
વડોદરા: શહેરના સમા વિસ્તારમાં આવેલી શીતલ પાર્ક સોસાયટીમાં લોકોને બોલાવી જુગાર રમાડતા ભાડુઆત સહિત 10 જુગારીઓને સમા પોલીસે ઝડપી પાડી 77 હજાર ઉપરાંતની મત્તા કબજે કરી તમામની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.
સમા પોલીસ મથકના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, કેનાલની પાછળના ભાગે આવેલી શીતલ પાર્ક સોસાયટીના મકાન નંબર 30 માં ટેકેન્દ્રબહાદુર બયક લોકોને બોલાવી જુગાર રમાડી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડી 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં ટેકેન્દ્રબહાદુર બયક, મોહનસિંગ રાવત, લોકેશ મકવાણા, ચંદ્રબહાદુર બયક, રમેશબહાદુર સાઉડ, શંકરબહાદુર ક્ષેત્રી, જીવનબહાદુર મકવાણા ( તમામ રહે- સમા), મહેન્દ્ર બુધા, સીતારામ થાપા અને પ્રકાશબહાદુર બુડા ( ત્રણેવ રહે - વિમાલી ) નો સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમિયાન અંગઝડતીના રૂ. 27 હજાર, જમીન દાવ પરના રૂ.12,160 તેમજ 07 નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂ .77160નો મુદ્દામાલ કબજે કર્યો હતો.