ગુજરાત
News of Friday, 7th October 2022

બગોદરા પાસે ટ્રકે ૨૦ ઘેટાને કચડયા

પશુપાલક લીંબડી તરફ ઘેટાં લઇ જતા હતા ત્‍યારે બન્‍યો બનાવ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૭ :બગોદરા નો નેશનલ હાઈવે એટલો બધો ભયંકર છે કે અકસ્‍માતોની તો વાત જ શું કરવી અહીંયા હાઈવે ઉપર રોજબરોજ અકસ્‍માતોની ઘટના બનતી રહે છે અને માનવ જિંદગી તો હણાતી રહે છે પરંતુ આ હાઈવે ઉપર પસાર થનાર જનાવરો પણ સલામત ન હોવાનું સામે આવ્‍યું છે ત્‍યારે માલધારી પોતાના જનાવરો લઈ અને બગોદરા હાઈવે ઉપર પસાર થઈ રહ્યા હતા તેવા સમયે યમદૂત અને કાર સ્‍વરૂપ ટ્રક ના ચાલકે માલધારીઓના માલ ઉપર ટ્રક ફેરવી દેવાતા ઘટના સ્‍થળ ઉપર જ ૨૦ થી વધુ ઘેટાના મોત નીપજયા છે જયારે અનેક ઘેટાઓ ઘાયલ થયા છે અને મરણ પથારી સામે જજુમી રહ્યા છે ત્‍યારે ટ્રકનો ચાલક બે ફિકરાય પૂર્વક ચલાવી અને પોતાને રસ્‍તા ઉપર જતા આવા ઢોર પણ નહીં દેખાયા હોય તેવો પ્રશ્ન હાલમાં સર્જાયો છે અને હાઇવે ઉપર લોહી નીકળતી નદીઓ વહેવા લાગી હતી ત્‍યારે સામાન્‍ય વાહન ચાલકો પસાર થતા હતા ત્‍યારે તેમના મનમાં પણ અરેરાટી ફેલાઈ જવા પામતી હતી તેવું હાલમાં માલધારી જણાવી રહ્યા છે.
આ માલધારી અમદાવાદ થી બગોદરા અને બગોદરા થી લીમડી તરફ આવી રહ્યા હતા તાત્‍કાલિક અસર એ બગોદરા પોલીસ એ ટ્રકના ચાલકની ધરપકડ કરી છે જયારે ૧૫ થી ૨૦ ઘેટા હાલમાં મરણ પથારીએ જજુમી રહ્યા છે ત્‍યારે તેનું શું હાલમાં માલધારી સમાજની રોજી રોટી છીનવાઈ જવા પામી છે ત્‍યારે ટ્રકના ચાલક સામે કેવી કાર્યવાહી પોલીસ કરે છે તે હવે જોવાનું રહ્યું.

 

(11:32 am IST)