ગુજરાત
News of Monday, 7th October 2019

અમદાવાદમાં વિકલાંગો માટે યોજાયા ખાસ ગરબા : 400થી વધુ વિકલાંગોએ ગરબાનો આનંદ માણ્યો

વિકલચેર અને હેન્ડી સાથે વિકલાંગો લોકોએ નવરાત્રીની ઉજવણી કરી

 

અમદાવાદ: નવરાત્રિને લઈને શહેરમાં વિકલાંગો માટે ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. થિંક પોઝિટિવ સંસ્થા દ્વારા અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ મંદિર પાસે આવેલ સકમબા પાર્ટી પ્લોટમાં વિકલાંગોના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરમાં વિકલાંગો ખાતે કરવામાં આવેલા ગરબામાં અનેક વિકલાંગો ભાઇઓ તથા બહેનોએ ભાગ લીધો હતો. ગરબા આયોજનમાં 400 કરતા પણ વધારે વિકલાંગોએ ગરબાની માજા માણી હતી. વિકલાંગોના પરિવારે પણ ગરબાનો આનંદ માળ્યો હતો.

  ગરબામાં અનેક મહિલાઓ અને મોટાભાગના વિકલાંગો વિલચેર લઇને આવ્યા હતા. વિકલચેર અને હેન્ડી સાથે વિકલાંગો લોકોએ અહિંયા ગરબા કરીને નવરાત્રીનો આનંદ મેળવ્યો હતો. મહત્વનું છે, કે અહિંયા પરિવાર સાથે આવેલા 400 કરતા વધારે વિકલાંગોએ ભાગ લીધો હતો.

(12:18 am IST)