ગુજરાત
News of Monday, 7th October 2019

ઘરે ઘરે દારૂ પીવાતો હોવાની વાત ખોટી: તમામ ગુજરાતીઓ જવાબદાર નથી: દારૂબંધી માત્ર કાગળ પર છે: જીજ્ઞેશ મેવાણી

ધારાસભ્ય મેવાણીએ કહ્યું મને વિધાનસભમાં 5 મિનિટ આપો હું પોલ ખોલીશ.

અમદાવાદ : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દારૂબંધી મામલે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાતો હોવાનું અને ઘરે ઘરે દારૂ પીવાતો હોવાનું નિવેદન આપ્યું હતું. ત્યારે વડગામના ધારાસભ્યં જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાતો હોવાની વાતને ખોટી ગણાવી છે.  

     જિગ્નેશ મેવાણીએ કહ્યું કે દારૂ પર તમામ ગુજરાતીઓ જવાબદાર નથી. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે મને વિધાનસભમાં 5 મિનિટ આપો હું પોલ ખોલીશ. સાથે જ તેમણે કહ્યું કે મારા નિવેદન પર સરકાર મારી સામે કેસ કરી શકે છે.

(11:37 pm IST)