ગુજરાત
News of Monday, 7th October 2019

બીકેટી દ્વારા ફુટબોલ લીગ લાલિગાની સાથે સમજૂતિ

બીકેટી ત્રણ વર્ષ માટે પાર્ટનર

અમદાવાદ, તા.૭ : ભારતની અગ્રણી ઓફ-હાઇવે ટાયર્સ ઉત્પાદક બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(બીકેટી) લાલિગાની સત્તાવાર ગ્લોબલ પાર્ટનર બની છે. બીકેટીનો ઉદ્દેશ સ્પોર્ટની જેમ જ જબરજસ્ત પર્ફોર્મન્સ માટેનો છે. લિગા દા ફૂટબોલ પ્રોફેશનલ (લાલિગા)ની જેમ આ આંતરરાષ્ટ્રીય સ્તરે હાજરી ધરાવે છે, જે દુનિયાભરનાં લોકો સુધી પહોંચે છે. એટલે બંને કંપનીઓ માટે નવી પાર્ટનરશીપ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થયું છે. આ પાર્ટનરશીપ તાત્કાલિક અસરથી અમલમાં આવી છે અને ૨૦૨૧-૨૦૨૨ની સીઝનનાં અંત સુધી ત્રણ વર્ષ માટે ચાલશે. બીકેટીનાં જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ પોદ્દારે જણાવ્યું હતું કે, લાલિગા કેપિટલ એફ સાથે ફૂટબોલ માટે ઉત્કૃષ્ટતાનું પ્રતીક છે અને ફૂટબોલ માટે પર્યાય છે. આજથી અમે સ્પેનિશ ફૂટબોલ જગતની અંદર નવી માર્કેટિંગ પહેલને અનુસરી છીએ. લાલિગા નિર્વિવાદ મૂલ્ય ધરાવતી બ્રાન્ડ છે. એકબીજાની સાથે પાર્ટનરશિપ કરવી એ ગર્વની વાત છે. શ્રી પોદ્દારે ઉમેર્યું હતું કે, અમે બીકેટી અને વર્લ્ડ ઓફ સ્પોર્ટ વચ્ચે સંબંધને મજબૂત બનાવી શકીએ તથા સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, ફૂટબોલની દુનિયા એનાં નિયમો અને ગતિ સાથે અમને અમારાં પોતાનાં મૂલ્યોને સુસંગત જણાય છે, જેમાં વિજય મેળવવા માટે નિર્ણાયકતા અને કોઈ પણ પ્રકારનું સમાધાન ન કરવાનાં પરિબળો સામેલ છે. આ બીકેટીની બ્રાન્ડ પ્રત્યે જાગૃતિ વધારવાનો નિર્ણાયક ગોલ છે.

           બીકેટીનાં મેસેજને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે સ્પોર્ટ શ્રેષ્ઠ માધ્યમ છે, જે માટે તટસ્થતા, હરિફો, સ્પર્ધા અને સ્ટ્રેટેજિક વેલ્યુ જેવી લાક્ષણિકતા જવાબદાર છે. આ ખાસિયતો લાલિગા પણ ધરાવે છે. દરમ્યાન લાલિગા ઇન્ડિયાનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જોઝ એન્ટોનિયો કકાઝાએ જણાવ્યું કે, બીકેટી એનાં મુખ્ય હિતધારકો સાથે કમ્યુનિકેશન કરવા સ્પોર્ટની પહોંચનો હંમેશા ઉપયોગ કરે છે. અમે બીકેટીને આગામી ત્રણ વર્ષ માટે અમારાં પાર્ટનર તરીકે આવકારીએ છીએ, જે લાલિગા જેવા જ મૂલ્યો ધરાવે છે. મને ખાતરી છે કે, સંયુક્તપણે અમે દુનિયાભરમાં અમારાં પ્રશંસકોની નજીક પહોંચવા સક્ષમ બનીશું, ત્યારે અમારી બ્રાન્ડ આંતરરાષ્ટ્રીય સ્તરે વૃદ્ધિને જાળવી રાખશે. લાલિગાની ઓફિશિયલ ગ્લોબલ પાર્ટનર એક વધુ પહેલ છે.

           બીકેટી દુનિયાભરમાં અનેક રમતો સાથે પાર્ટનર તરીકે જોડાયેલી છે. એમાં ૨૦૧૪માં અમેરિકન મોટરસ્પોર્ટ શો મોન્સ્ટર જેમ સર્કિટ સાથે થયેલી સમજૂતી સામેલ છે, જેમાં મોન્સ્ટર સ્ટ્રમાં બીકેટીનાં ટાયર્સ ફિટ કરેલા છે, જે ચમત્કારિક સ્ટન્ટ પર્ફોર્મ કરે છે. વળી લીગા નેશનલ પ્રોફેશનિસ્ટી બી સાથેની સમજૂતી સામેલ છે, જે ઇટાલિયન સેકન્ડ લીગ ચેમ્પિયનશિપની ગર્વનિંગ બોડી છે. આ સમજૂતી ગયા વર્ષે થઈ હતી અને જૂન, ૨૦૨૧ સુધી ચાલશે, જેણે એની સીરિઝનું નામ સીરી બીકેટી રાખ્યું છે. આ પાર્ટનરશિપ પર લાલિગાનાં એમ્બેસેડર ડિએગો ફોર્લાને જણાવ્યું હતું કે, ભારતમાં ફૂટબોલની લોકપ્રિયતા સારી છે અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ક્ષેત્રે મજબૂત ટીમ પ્રસ્તુત કરવાની ઊંચી સંભવિતતા ધરાવે છે.

(9:23 pm IST)